gu_tn_old/2co/05/intro.md

3.6 KiB

૨ કરિંથીઓને 0૫ સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

સ્વર્ગમાં નવા શરીરો

પાઉલ જાણે છે કે જ્યારે તે મરી જશે, ત્યારે તે વધુ સારું શરીર પ્રાપ્ત કરશે. આને કારણે, તે સુવાર્તાના ઉપદેશ માટે માર્યા જવાથી ડરતો નથી. તેથી તે બીજાઓને કહે છે કે તેઓ પણ ઈશ્વર સાથે સમાધાન કરી શકે છે. ખ્રિસ્ત તેમના પાપને દૂર કરશે અને તેમને તેમનું ન્યાયીપણું આપશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/goodnews]], [[rc:///tw/dict/bible/kt/reconcile]] અને [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/righteous]])

નવી ઉત્પત્તિ

જૂની અને નવી ઉત્પત્તિ સંભવત પાઉલ જૂના અને નવા વ્યક્તિત્વને ઉદાહરણના રૂપમાં કેવી રીતે સમજાવે છે, તેનો ઉલ્લેખ કરે છે. આ ખ્યાલો પણ જૂના અને નવા માણસ જેવા જ છે. ""જૂનું"" શબ્દ સંભવત તે પાપી સ્વભાવનો ઉલ્લેખ કરતો નથી જેની સાથે વ્યક્તિ જન્મે છે. તે જીવનની જૂની રીત અથવા ખ્રિસ્તી બન્યા અગાઉ વ્યક્તિ પાપ દ્વારા જકડાયેલ હોવાનો ઉલ્લેખ કરે છે. ""નવું સર્જન"" એ એક નવો સ્વભાવ અથવા નવું જીવન છે જે ઈશ્વર ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી વ્યક્તિને આપે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faith)

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

ઘર

ખ્રિસ્તી વ્યક્તિનું ઘર હવે જગતમાં નથી. એક ખ્રિસ્તીનું વાસ્તવિક ઘર સ્વર્ગમાં છે. આ રૂપકનો ઉપયોગ કરીને, પાઉલ ભાર મૂકે છે કે આ જગતમાં ખ્રિસ્તીઓની પરિસ્થિતિઓ ક્ષણિક છે. તે દુ:ખ ભોગવી રહેલા લોકોને આશા આપે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/heaven]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/tw/dict/bible/kt/hope)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""સમાધાનનો સંદેશ""

આ સુવાર્તાનો ઉલ્લેખ કરે છે. લોકો જેઓ ઈશ્વર પ્રત્યે પ્રતિકૂળ છે તેઓને પસ્તાવો કરી ઈશ્વર સાથે સમાધાન કરવા માટેનું આહવાન પાઉલ આપે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/repent]] અને [[rc:///tw/dict/bible/kt/reconcile]])