gu_tn_old/2co/03/intro.md

2.9 KiB

૨કરિંથીઓ 0૩ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલ પોતાનો બચાવ ચાલુ રાખે છે. પાઉલ કરિંથી ખ્રિસ્તીઓને તેના સેવાકાર્યના પુરાવા તરીકે જુએ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

મૂસા દ્વારા નિયમશાસ્ત્ર

પાઉલ પથ્થરની શિલાપાટો પર દસ આજ્ઞાઓ આપતા ઈશ્વરનો સંકેત આપે છે. આ મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે છે. નિયમ સારો હતો કારણ કે તે ઈશ્વર તરફથી આવ્યો છે. પરંતુ ઈશ્વરે ઈઝરાએલીઓને સજા કરી કારણ કે તેઓએ તેમનો અનાદર કર્યો. જો હજી સુધી જૂના કરારનું અનુવાદ ના થયું હોત તો આ અધ્યાયને સમજવો અનુવાદકારો માટે મુશ્કેલ હોત.(જુઓ: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] અને [[rc:///tw/dict/bible/kt/covenant]] અને rc://*/tw/dict/bible/kt/reveal)

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

રૂપકો

જટિલ આત્મિક સત્યોને સમજાવવા માટે પાઉલ આ અધ્યાયોમાં ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. આ પાઉલના શિક્ષણને સરળ બનાવે છે અથવા સમજવામાં વધુ મુશ્કેલ બનાવે છે તે સ્પષ્ટ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આ કરાર લખાણનો નહીં પણ આત્માનો કરાર છે.""

ઈશ્વરે તેમના લોક સાથે કરેલ જૂના કરાર અને આપણી સાથે કરેલ નવા કરારની તુલના પાઉલ કરે છે. નવો કરાર એ નીતિ નિયમોની પદ્ધતિ નથી. અહીં ""આત્મા"" સંભવત પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. તે નવા કરારને, પ્રકૃતિમાં ""આત્મિક"" હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/spirit)