gu_tn_old/2co/01/intro.md

3.3 KiB

૨ કરિંથીઓ ૦૧ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પ્રાચીન નજીકના પૂર્વમાં પત્ર શરૂ કરવાની રીત પ્રથમ ફકરામાં પ્રતિબિંબિત થાય છે.

વિશેષ વિચારો

પાઉલની પ્રામાણિકતા

લોકો પાઉલની ટીકા કરી રહ્યા હતાં અને કહી રહ્યા હતાં કે તે નિષ્ઠાવાન નથી. તે જે કરી રહ્યો હતો તેના હેતુઓ તેમને સમજાવીને પાઉલ તેના વિરુદ્ધની ટીકાઓને નકારી કાઢે છે.

દિલાસો

દિલાસો આ અધ્યાયનો મુખ્ય મુદ્રાલેખ છે. પવિત્ર આત્મા ખ્રિસ્તીઓને દિલાસો આપે છે. કરિંથીઓ સંભવતઃ પીડિત હતા અને તેમને દિલાસાની જરૂર હતી.

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

અલંકારિક પ્રશ્ન

પાઉલ નિષ્ઠાવાન ન હોવાના આરોપો સામે પોતાનો બચાવ કરવા માટે બે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ “અમે” સર્વનામનો ઉપયોગ કરે છે. આ સંભવિત રીતે ઓછામા ઓછા તિમોથી અને તેને પોતાને રજૂ કરે છે.

ખાતરી

પાઉલ કહે છે કે પવિત્ર આત્મા ખાતરી છે, જેનો અર્થ ખ્રિસ્તીના અનંત જીવનની પ્રતિજ્ઞા અથવા પ્રથમ ચૂકવણી. ખ્રિસ્તીઓને સુરક્ષિત રીતે/મુન્દ્રાંકિત કરીને બચાવવામા આવ્યા છે. પરંતુ જ્યાં સુધી તેઓ મૃત્યુ પામે નહીં ત્યાં સુધી ઈશ્વર દ્વારા આપવામાં આવેલ સર્વ વચનોનો અનુભવ કરશે નહીં. આમ થશે જ તેની વ્યક્તિગત ખાતરી પવિત્ર આત્મા છે. આ વિચાર વ્યાપાર શબ્દમાંથી આવે છે. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને “ખાતરી” તરીકે થોડી મૂલ્યવાન વસ્તુ આપે છે જેનો અર્થ છે કે તે નાણાં પરત ચૂકવશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/eternity]] અને [[rc:///tw/dict/bible/kt/save]])