gu_tn_old/1ti/front/intro.md

7.8 KiB

1 તિમોથીની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

1 તિમોથીના પુસ્તકની રૂપરેખા

  1. અભિવાદન (1:1.2)
  2. પાઉલ અને તિમોથી
  • જુઠ્ઠા શિક્ષકો વિશે ચેતવણી (1:3-11)
  • પાઉલ ઉપર ખ્રિસ્તે દર્શાવેલ કૃપા માટે પાઉલ ખ્રિસ્તની આભારસ્તુતિ કરે છે. (1:12-17)
  • આત્મિક જીવન અને સેવાકાર્યમાં સારી લડાઈ લડવા માટે પાઉલ દ્વારા તિમોથીને આહવાન (1:18-20)
  1. સર્વને માટે પ્રાર્થના (2:1-8)
  2. મંડળીમાં ભૂમિકાઓ અને જવાબદારીઓ (2:9-6:2)
  3. ચેતવણીઓ
  • જુઠ્ઠા શિક્ષકો વિશે બીજી ચેતવણી (6:3-5)
  • નાણાં (6:9-10)
  1. ઈશ્વરભક્ત વિશેનું વર્ણન (6:11-16)
  2. ધનવાન લોકો માટે ચેતવણીરૂપ વાતો (6:17-19)
  3. પત્ર સમાપનમાં તિમોથી માટેના શબ્દો (6:20,21)

1 તિમોથીનું પુસ્તક કોણે લખ્યું?

પાઉલે 1 તિમોથીનું પુસ્તક લખ્યું. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. ખ્રિસ્તી બન્યા બાદ, લોકોને ઈસુ વિશે કહેતા તેણે આખા રોમન સામ્રાજ્યમાં અનેક વખત મુસાફરી કરી હતી.

આ પુસ્તક, પાઉલે તિમોથીને લખેલો પહેલો પત્ર હતો. તિમોથી તેનો શિષ્ય અને નજીકનો મિત્ર હતો. પાઉલે કદાચ આ પત્ર તેના જીવનના છેલ્લા સમય દરમિયાન લખ્યો હતો.

1 તિમોથીનું પુસ્તક શેના વિશે છે?

પાઉલે તિમોથીને એફેસસ શહેરના વિશ્વાસીઓને મદદ કરવા સારું નિયુક્ત કર્યો હતો. પાઉલે આ પત્ર તિમોથીને વિવિધ બાબતોમાં સૂચનાઓ આપવા માટે લખ્યો હતો. જે બાબતોને તેણે સંબોધી તે મુખ્યત્વે મંડળીની આરાધના, મંડળીના આગેવાનો માટેની લાયકાતો, અને જુઠ્ઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણીઓનો સમાવેશ કરતી હતી. આ પત્ર દર્શાવે છે કે કેવી રીતે પાઉલ તિમોથીને મંડળીઓ મધ્યે આગેવાન બનવા માટે તાલીમ આપી રહ્યો હતો.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પારંપારિક શીર્ષકો આપી શકે છે, ""1 તિમોથી"" અથવા ""પહેલો તિમોથી."" અથવા સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકાય છે, જેમ કે ""પાઉલનો તિમોથીને પહેલો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

શિષ્યપણું શું છે?

શિષ્યપણું એ લોકોને ખ્રિસ્તના શિષ્યો બનાવવાની પ્રક્રિયા છે. શિષ્યપણાંનો ધ્યેય બીજા ખ્રિસ્તી વ્યક્તિઓને ખ્રિસ્ત જેવા વધુ બનવા ઉત્તેજન આપવાનો છે. કેવી રીતે એક આગેવાને ઓછા પરિપક્વ ખ્રિસ્તી વ્યક્તિને તાલીમ આપવી જોઈએ તે અંગે આ પત્ર ઘણી સૂચનાઓ આપે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/disciple)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

એકવચન અને બહુવચન ""તું/તમે""

આ પુસ્તકમાં, ""હું"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, ""તું"" શબ્દ લગભગ હંમેશા એકવચન છે અને તે તિમોથીનો ઉલ્લેખ કરે છે. 6:21માટે એ અપવાદરૂપ છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

""ખ્રિસ્તમાં,"" ""પ્રભુમાં,"" વગેરે અભિવ્યક્તિ દ્વારા પાઉલનો અર્થ શું હતો.?

પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથેની ઘણી નજીદીકી ઐક્યતાના વિચારને વ્યક્ત કરવાનો હતો. કૃપા કરીને આ પ્રકારની અભિવ્યક્તિની વધુ માહિતી મેળવવા માટે રોમનોના પુસ્તકની પ્રસ્તાવના જુઓ.

1 તિમોથીના પુસ્તકના લખાણમાં કયા મુખ્ય શાબ્દિક મુદ્દાઓ છે?

નીચેની કલમ માટે, બાઈબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી અલગ પડે છે. યુએલટી આધુનિક આવૃત્તિ પ્રમાણે છે અને તે જૂની આવૃત્તિના લખાણને પાનાંની નીચે ટૂંકી નોંધ તરીકે મૂકે છે. જો બાઈબલનું અનુવાદ વાચકોના પ્રદેશમાં ઉપલબ્ધ છે, તો અનુવાદકોએ તે આવૃત્તિ/આવૃત્તિઓને લક્ષમાં લેવી જોઈએ. જો નથી, તો અનુવાદકોને આધુનિક આવૃત્તિને અનુસરવા સલાહ આપવામાં આવે છે.

  • ""ઈશ્વરપરાયણતા એ વધુ નાણાં પ્રાપ્ત કરવાનો એક રસ્તો છે."" કેટલીક જૂની આવૃત્તિઓમાં આ પ્રમાણે છે, “ભક્તિભાવ કમાઈનું સાધન છે: તું તેવી બાબતોથી નાસી જા."" (6:5)

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)