gu_tn_old/1ti/05/22.md

2.2 KiB

Place hands

હાથ મૂકવા એ એક ધાર્મિક ક્રિયા હતી જેમાં એક કે વધુ મંડળીના આગેવાનો તેમના હાથ લોકો પર મૂકીને પ્રાર્થના કરતાં કે ઈશ્વર તે લોકોને તેમને પ્રસન્ન કરે એ રીતે મંડળીની સેવા કરવા સમર્થ કરે. ખ્રિસ્તી સમુદાયની સેવા કરવા સત્તાવાર રીતે વ્યક્તિને અલગ કરતા પહેલા જ્યાં સુધી તે વ્યક્તિ લાંબા સમય સુધી સારું ચરિત્ર ન બતાવે ત્યાં સુધી તિમોથીએ રાહ જોવાની હતી.

Do not share in the sins of another person

પાઉલ કોઈકના પાપ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે પદાર્થ હોય જેને બીજા લોકો સાથે વહેંચી શકાતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""બીજી વ્યક્તિના પાપનો ભાગીદાર બનીશ નહીં"" અથવા ""જ્યારે બીજી વ્યક્તિ પાપ કરતી હોય ત્યારે તેનો સહભાગી થઈશ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Do not share in the sins of another person

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) મંડળીના કાર્યકર બનવા તિમોથી જો કોઈ એવા વ્યક્તિની પસંદગી કરે જે પાપથી દોષિત હોય, તો તે વ્યક્તિના પાપ માટે ઈશ્વર તિમોથીને જવાબદાર ઠેરવશે અથવા 2) બીજાઓને પાપ કરતાં જોઈને તિમોથીએ પાપ કરવું જોઈએ નહીં.