gu_tn_old/1ti/03/intro.md

1.8 KiB

1 તિમોથી 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

1તિમોથી3:16 એ ગીત, કવિતા, અથવા વિશ્વાસનામું હતું જેમાં પ્રથમની મંડળી મહત્વના સિદ્ધાંતોને સૂચિબદ્ધ કરતી હતી, જેને સર્વ વિશ્વાસીઓ માનતા હતા.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અધ્યક્ષો અને સેવકો

મંડળીએ મંડળીના આગેવાનો માટે જુદાં જુદાં શીર્ષકો વાપર્યા હતા. કેટલાક શીર્ષકો વડીલ, પાળક, અને અધ્યક્ષનો સમાવેશ કરે છે. ""અધ્યક્ષ"" શબ્દ કલમ 1-2માંની મૂળ ભાષાના અર્થને પ્રતિબિંબિત કરે છે. પાઉલ ""સેવકો"" વિશે કલમ 8 અને 12માં બીજા પ્રકારના મંડળીના આગેવાનો તરીકે લખે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ચરિત્રના ગુણો

જો કોઈ માણસ મંડળીમાં અધ્યક્ષ કે સેવક બનવા માગતો હોય તો આ અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણેના અનેક ગુણો તેનામાં હોવા જ જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)