gu_tn_old/1ti/02/intro.md

2.3 KiB

1 તિમોથી 02 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

શાંતિ

પાઉલ દરેકને માટે પ્રાર્થના કરવાનું ખ્રિસ્તીઓને ઉત્તેજન આપે છે. તેઓએ શાસકો માટે પ્રાર્થના કરવી જોઈએ કે જેથી ખ્રિસ્તીઓ શાંતિપૂર્વક, ઈશ્વરને પસંદ છે તે રીતે તથા ગૌરવશાળી રીતે રહી શકે.

મંડળીમાંની સ્ત્રીઓ

આ શાસ્ત્રપાઠને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે સમજવો તે અંગે વિદ્વાનોમાં મતમતાંતર છે. કેટલાક વિદ્વાનો એમ માને છે કે પુરુષો અને સ્ત્રીઓ સર્વ બાબતોમાં સંપૂર્ણપણે એકસમાન છે. બીજા વિદ્વાનો માને છે કે ઈશ્વરે પુરુષો અને સ્ત્રીઓને લગ્ન જીવનમાં તથા મંડળીમાં જુદી જુદી ભૂમિકાઓ અનોખી રીતે નિભાવવા સૃજ્યા છે. અનુવાદકો પોતે આ પ્રશ્નને જે રીતે સમજે છે તેની અસર તેઓ આ શાસ્ત્રપાઠનું અનુવાદ જે રીતે કરે છે તે પર ન થાય એ માટે તેઓએ સાવધ રહેવું જોઈએ.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""પ્રાર્થના, મધ્યસ્થી, અને આભારસ્તુતિ""

આ શબ્દો તેમના અર્થમાં એકબીજાનો સમાવેશ કરે છે. તેમને વિશિષ્ટ રીતે વર્ગીકૃત કરવું જરૂરી નથી.