gu_tn_old/1ti/01/intro.md

3.1 KiB

1 તિમોથી 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ વિધિગત રીતે કલમ 1-2 માં આ પત્રનો પરિચય આપે છે. પ્રાચીન સમયમાં પૂર્વ તરફના લેખકો આ રીતે પત્રની શરૂઆત કરતાં હતાં.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

આત્મિક સંતાનો

આ અધ્યાયમાં, પાઉલ તિમોથીને ""દીકરા"" અને તેના ""સંતાન""તરીકે સંબોધે છે. પાઉલે તિમોથીને ખ્રિસ્તી વ્યક્તિ અને મંડળીના આગેવાન તરીકે શિષ્યપણાંમાં તૈયાર કર્યો હતો. પાઉલે તેને કદાચ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા માટે પણ દોર્યો હતો. તેથી પાઉલ તિમોથીને તેના ""વિશ્વાસમાં દીકરા"" તરીકે સંબોધે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/disciple]], [[rc:///tw/dict/bible/kt/faith]] અને [[rc:///tw/dict/bible/kt/spirit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

વંશાવળીઓ

વંશાવળીઓ એ યાદીઓ છે જે વ્યક્તિના પૂર્વજો અને વંશજોની નોંધ ધરાવે છે. યહૂદીઓ વંશાવળીઓનો ઉપયોગ યોગ્ય વ્યક્તિને રાજા તરીકે પસંદ કરવા માટે કરતા હતાં. તેઓ આમ કરતાં કેમ કે સામાન્ય રીતે કેવળ રાજાનો દીકરો જ રાજા બનતો હતો. તેઓ કયા કુળ અને કુટુંબમાંથી આવતા એ પણ વંશાવળી દર્શાવતી હતી. દાખલા તરીકે, યાજકો લેવીના કુળ અને હારૂનના કુટુંબમાંથી આવતા હતા. મોટા ભાગના મહત્વના લોકો પાસે તેમની વંશાવળીઓની નોંધ રહેતી હતી.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

શ્લેષાલંકાર (શબ્દોનું ઉચ્ચારણ સરખું હોય પરંતુ તેના અર્થ અલગ હોય)

""નિયમશાસ્ત્ર સારું છે જો તેનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો"" શબ્દસમૂહ એ શ્લેષાલંકાર છે. ""નિયમશાસ્ત્ર"" અને ""યથાર્થ"" શબ્દો મૂળ ભાષામાં સમાન રીતે ઉચ્ચારીત થાય છે.