gu_tn_old/1th/04/intro.md

2.3 KiB

થેસ્સાલોનિકીઓને 1 લા પત્રના 04 થા અધ્યાયની સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

જાતીય અનૈતિકતા

વિવિધ સંસ્કૃતિઓમાં જાતીય નૈતિકતાના વિવિધ ધોરણો હોય છે. આ વિવિધ સંસ્કૃતિના ધોરણો આ શાસ્ત્રપાઠનું અનુવાદ કરવું મુશ્કેલ બનાવી શકે છે. અનુવાદકો સાંસ્કૃતિક નિષેધ અંગે પણ જાગૃત હોવા જોઈએ એ જરૂરી છે. આ ચર્ચા કરવા માટે અયોગ્ય માનવામાં આવતા વિષયો છે.

ખ્રિસ્તના પાછા આવતા પહેલા મરણ પામવું

શરૂઆતની મંડળીમાં, દેખીતી રીતે લોકો જો વિશ્વાસી ખ્રિસ્તના પાછા આવતા પહેલા મરણ પામે તો શું થાય છે તે અંગે આશ્ચર્ય પામતા હતા. તેઓને ચિંતા થઈ હશે કે ખ્રિસ્ત પાછા આવે તે પહેલાં મૃત્યુ પામેલા લોકો ઈશ્વરના રાજ્યનો ભાગ હશે કે કેમ? પાઉલ તે ચિંતાનો જવાબ આપે છે.

""ગગનમાં પ્રભુને મળવાને માટે વાદળાંમાં તણાઈ જવું""

આ ભાગ એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈસુ પોતાની પાસે જેઓએ તેમના પર વિશ્વાસ કર્યો છે તેઓને બોલાવશે. આ ખ્રિસ્તનું અંતિમ મહિમાવંત પાછા આવવું હશે કે નહીં તે અંગે નિષ્ણાંતોમાં મતમતાંતર છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/believe)