gu_tn_old/1pe/front/intro.md

5.5 KiB

1લા પિતરની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પરિચય

1 પિતરની રૂપરેખા

  1. પરિચય (1: 1-2)
  2. વિશ્વાસીઓના તારણ માટે ઈશ્વરની સ્તુતિ (1: 3-2: 10)
  3. ખ્રિસ્તી જીવન (2: 11-4: 11)
  4. દુ:ખસહનના સમયમાં ખંત રાખવા પ્રોત્સાહન (4: 12-5: 11)
  5. સમાપન (5: 12-14)

પિતરનો પહેલો પત્ર કોણે લખ્યો?

પિતરનો પહેલો પત્ર પ્રેરિત પિતરે લખ્યો. એશિયા માઇનરમાં વિખેરાયેલા વિદેશી ખ્રિસ્તીઓને માટે તેણે આ પત્ર લખ્યો.

પિતરનો પહેલો પત્ર શેના વિષે છે?

પિતરે આ પત્ર “તેઓને ઉત્તેજન આપવા અને આ ઈશ્વરની ખરી કૃપા છે તે વિશે સાક્ષી આપવા માટે લખ્યો હતો "" (5:12). તેણે ખ્રિસ્તીઓને દુ:ખના સમયમાં પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા ઉત્તેજન પૂરું પાડ્યું છે. ઇસુનું આગમન નજદીક છે તેથી તેણે તેઓને આમ કરવા કહ્યું. પિતરે ખ્રિસ્તીઓને અધિકારીઓને આધીન રહેવાની સૂચના પણ આપી.

આ પત્રનું શીર્ષક કેવી રીતે અનુવાદ થવું જોઈએ?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક ""1 પિતર"" અથવા ""પહેલો પિતર"" કહેવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે "" પિતરનો પહેલો પત્ર"" અથવા ""પિતરનો લખેલો પહેલો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

રોમમાં ખ્રિસ્તીઓની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે?

આ પત્ર લખતી વખતે પિતર કદાચ રોમમાં હતો. તેણે રોમને સાંકેતિક નામ ""બાબીલ"" (5:13) આપ્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પિતરે આ પત્રનું આલેખન કર્યું ત્યારે રોમનો ખ્રિસ્તીઓની ભારે સતાવણી કરતા હતા.

ભાગ 3: અનુવાદના મહત્વના મુદ્દાઓ

""એકવચન અને બહુવચનમાં તમે

બે જગ્યાઓ સિવાય, આ પુસ્તકમાં ""હું"" શબ્દ પિતર માટે વપરાયો છે:[1 પિતર 1:16] (../1/16 એમડી) અને [1 પિતર 2: 6] (../ 02/06.એમડી). ""તમે"" શબ્દ હંમેશા બહુવચનમાં છે અને તે પિતરના પ્રેક્ષકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-you)

પિતરના પહેલા પત્રમાં મહત્વના મુદ્દાઓ કયા છે?

  • "" તમે સત્યને આધીન થઇને તમારા આત્માઓને શુદ્ધ કર્યા છે. આનો હેતુ છેકે ભાઈઓ વચ્ચે પ્રમાણિક પ્રેમ હોય; તેથી ખરા અંતઃકરણથી એકબીજા પર પ્રેમ કરો""(1:22). યુએલટી, યુએસટી, અને બીજી અન્ય આધુનિક આવૃતિઓ પણ આ રીતે જ વાંચન કરે છે. કેટલીક જૂની આવૃત્તિઓ, તમે પવિત્રઆત્મા દ્વારા સત્યને આધીન થઇને તમારા આત્માઓને શુદ્ધ કર્યા છે એનો હેતુ એ છે કે ભાઈઓ વચ્ચે પ્રમાણિક પ્રેમ હોય , માટે ખરા અંતઃકરણથી એકબીજા પર પ્રેમ કરો.""

જો બાઈબલનું અનુવાદ સામાન્ય ભાષામાં અસ્તિત્વ ધરાવતું હોય તો અનુવાદકોએ તે આવૃત્તિમાં જે લખાણ વાંચવા મળતુ હોય તેનો ઉપયોગ કરવો. જો એમ ન હોય તો, અનુવાદકોને આધુનિક વાંચનને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)