gu_tn_old/1pe/03/intro.md

2.5 KiB

1 પિતર 03 સામાન્ય નોં

માળખું અને વ્યવસ્થા

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. કલમ 3: 10-12 માં જૂના કરારમાથી કવિતા ટાંકવામાં આવી છે તેની સાથે યુએલટી આમ જ કરે છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

""બહારનો શણગાર""

મોટા ભાગના લોકો સારા દેખાવા ચાહે છે જેથી લોકો તેમને પસંદ કરે અને તેમને જોઈને કહે કે તેઓ સારા લોકો છે. સ્ત્રીઓ ખાસ કરીને સરસ કપડાં અને ઘરેણાં પહેરીને સુંદર દેખાય તે માટે કાળજી રાખે છે. પિતર કહે છે કે સ્ત્રીના દેખાવ કરતા તે જે વિચારે છે, કહે છે અને કરે છે તે ઈશ્વરને વધારે મહત્વનું છે અ.

એકતા

પિતર ઇચ્છે છે કે તેમના વાચકો એકબીજા સાથે સંમત થાય. સૌથી મહત્વનું, તે ચાહે છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે અને એકબીજા સાથે નમ્ર બને.

આ અધ્યાયમાં અગત્યના શબદાલંકારો

રૂપક

પિતર ગીતશાસ્ત્રને ટાંકે છે જેમાં તે ઈશ્વરને આંખ, કાન અને ચહેરા સાથેના વ્યક્તિ તરીકે વર્ણવે છે. જો કે, ઈશ્વર આત્મા છે, તેથી તેમને શારીરિક આંખો અથવા કાન અથવા શારીરિક ચહેરો હોતો નથી. પણ તે લોકોના કામો જાણે છે , અને તે દુષ્ટૉની વિરુદ્ધ કાર્ય કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)