gu_tn_old/1jn/front/intro.md

11 KiB

૧ યોહાનની પ્રસ્તાવના

ભાગ ૧:સામાન્ય પ્રસ્તાવના

૧ યોહાનના પુસ્તકની રૂપરેખા

૧. પ્રસ્તાવના (૧:૧-૪) ૧. ખ્રિસ્તી તરીકે જીવવું/ખ્રિસ્તીપણું (૧:૫-૩:૧૦) ૧. એકબીજા પર પ્રેમ કરવાનો આદેશ (૩:૧૧-૫:૧૨) ૧. ઉપસંહાર (૫:૧૩-૨૧)

૧ યોહાનનો રચયતા કોણ છે?

આ પુસ્તક લેખકનું નામ આપતી નથી. તેમ છતાં, પૂર્વ ખ્રિસ્તીઓના સમયમાં, ઘણાં ખ્રિસ્તીઓ એમ માનતા હતા કે પ્રેરિત યોહાન લેખક છે.જેણે યોહાનની સુવાર્તા પણ લખી.

૧ યોહાનના પુસ્તકમાં કઈ બાબતો દર્શાવવામાં આવી છે?

યોહાને આ પુસ્તક ત્યારે લખ્યું જ્યારે જુઠા શિક્ષકો ખ્રિસ્તીઓને સંકટરૂપ હતા. યોહાને આ પત્ર એટલા માટે લખ્યો કે તે વિશ્વાસીઓને પાપ કરતાં અટકાવે. તે વિશ્વાસીઓને જુઠા શિક્ષણથી બચાવવા અને સુરક્ષિત રાખવા માગતો હતો. અને વિશ્વાસીઓને ખાતરી પમાડતો હતો કે તેઓ ઉદ્ધાર પામેલા છે.

આ પુસ્તકના શીર્ષકને કેવી રીતે અનુવાદ કરી શકાય?

અનુવાદકો આ પુસ્તકને તેમની સાંસ્કૃતિ રીતે દર્શાવી શકે, “૧ યોહાન” અથવા “પ્રથમ યોહાન.” અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક તરીકે આ નામ આપી શકે “યોહાનનો પહેલો પત્ર” અથવા “યોહાનનો લેખેલો પહેલો પત્ર.” (જુઓrc://*/ta/man/translate/translate-names)

ભાગ ૨: મહત્વની ધાર્મિકતા અને સાંસ્કૃતિક વિચાર

. યોહાન કયા લોકો વિરુદ્ધ બોલે છે?

યોહાન જે લોકો વિરુદ્ધ બોલે છે તેઓ શક્ય રીતે જાણીતા વિશિષ્ટ રહસ્યવાદી જ્ઞાનના/જ્ઞાનવાદીઓ છે. એ લોકો એવું માનતા હતા કે શારીરિક જગત દુષ્ટતા છે. તેઓ માનતા હતા કે ઈસુ ઈશ્વરીય વ્યક્તિ હતા પણ તેઓ તેમના સંપૂર્ણ મનુષ્યત્વને નકારતા હતા. . કારણ કે તેઓ માને છે કે આ શારીરિક શરીર દુષ્ટ છે અને ઈશ્વર મનુષ્ય ન બની શકે. (જુઓ:rc://*/tw/dict/bible/kt/evil)

ભાગ ૩: અનુવાદના મહત્વના મુદ્દાઓ

૧ યોહાનમાં શબ્દ “રહેવું”, “ટકવું” અને “વસવું” નો અર્થ શો છે?

યોહાન વારંવાર “રહેવું” “વસવું” અને “ટકવું” રૂપકોનો ઉપયોગ કરે છે. ઈસુના વચનોએ વિશ્વાસીઓમાં “રહ્યા હોય” તેમ યોહાન વિશ્વાસીઓને ઈસુમાં વધુ વિશ્વાસુ રહેવા અને ઈસુને વધુ ઊંડાણથી ઓળખવા કહે છે. ઉપરાંત એક વ્યક્તિ જાણે કે બીજા વ્યક્તિમાં “રહી રહ્યો હોય” તેમ યોહાન કહે છે કે વ્યક્તિ આત્મિક રીતે બીજા વ્યક્ત સાથે જોડાઈ રહી શકે છે ખ્રિસ્તીઓએ ખ્રિસ્ત અને ઈશ્વરમાં ”રહેવું” જોઈએ. ઈશ્વરપિતા પુત્રમાં રહે છે અને પુત્ર ઈશ્વરપિતામાં રહે છે. પુત્ર વિશ્વાસીઓમાં રહે છે. પવિત્રઆત્મા પણ વિશ્વાસીઓમાં રહે છે.

ઘાણાં અનુવાદકો આ વિચારને પોતાની ભાષામાં એજ રીતે રજૂ કરવા પોતાને અસમર્થ અનુભવશે. ઉ.દા. ખ્રિસ્તી વ્યકિત ઈશ્વર સાથે આત્મિક રીતે જોડાયેલ છે તે વિચારને વ્યક્ત કરવાના ઉદ્દેશ અનુસાર યોહાન કહે છે કે, “જે કોઈ કહે છે કે હું તેમનામાં રહું છું.”(૧ યોહાન ૨:૬) UST કહે છે કે, “જો આપણે કહીએ છીએ કે આપણને તેમની સાથે સંગત છે,” પણ આ ખ્યાલોને વધુ સારી રીતે વ્યક્ત કરવા માટે અનુવાદકોએ ઘણીવાર અન્ય અભિવ્યક્તિઓની શોધ પણ કરવી પડશે.

આ વિભાગમા, “ઈશ્વરનું વચન તમારામાં રહે છે” (૧ યોહાન ૨:૧૩), આ વિચારને UTS એ રીતે પ્રદર્શિત કરે છે કે, “ઈશ્વરની આજ્ઞાઓનું સતત પાલન કરવું.” આ અનુવાદ ઘણાં અનુવાદકોને અનુવાદ માટે આદર્શ લાગે..

૧ યોહાનની પુસ્તકમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?

નીચેની કલમોના સંદર્ભમાં, , અમુક આધુનિક બાઈબલની આવૃત્તિઓ જૂની આવૃત્તિઓ કરતાં ભિન્ન લાગે.. ULT આધુનિક આવૃત્તિના લખાણનો સમાવેશ કરતાં જૂની આવૃત્તિના લખાણને નીચે નોંધમાં દર્શાવે છે. જો બાઈબલનો અનુવાદ સામાન્ય પ્રાદેશિક આવૃત્તિમાં પ્રાપ્ય હોય તો અનુવાદકે તે આવૃત્તિઓના વાંચનને મહત્વનું ગણવું. જો નહીં, તો અનુવાદકોને આધુનિક આવૃત્તિના લખાણને અનુસરવાની સલાહ આપવામાં આવે છે. .

  • “અમારો આનંદ સંપૂર્ણ થાય માટે અમે તમને આ લખીએ છીએ.” (૧:૪). કેટલીક જૂની આવૃત્તિઓમાં લખાણ છે કે, “તમારો આનંદ સંપૂર્ણ થાય માટે આ વાતો અમે તમને લખીએ છીએ.” ” *”અન્ય આધુનિક આવૃતિઓમાં લખાણ છે “અને તમે બધા સત્ય જાણો.” (૨:૨૦) , જયારે કેટલીક જૂની આવૃતિઓમાં લખાણ છે કે “તમે સઘળું જાણો છો”
  • અને “આપણે આવા છીએ!” (૩:૧) ULT,UST અને ઘણી આધુનિક આવુત્તિઓ આ રીતે વાંચન કરે છે જ્યારે ઘણી જૂની આવૃતિઓ આ શબ્દસમૂહનો સમાવેશ કરતી નથી.
  • “દરેક આત્મા જે ઈસુને કબૂલ કરતો નથી તે ઈશ્વર પાસેથી નથી” (૪:૩). ULT,UST અને મુખ્ય આધુનિક આવૃત્તિઓમાં આ વાક્ય છે. જયારે અમુક જૂની આવૃતિઓમાં વાક્ય છે કે, “અને દરેક આત્મા જે કબૂલ કરતો નથી કે ઈસુ દેહમાં આવ્યા છે તે ઈશ્વર તરફથી નથી.”

નીચેના ફકરાઓ માટે અનુવાદકોને ULT પ્રમાણે અનુવાદ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમ છતાં, જો આ ફકારોનો સમાવેશ કરતા જૂના લખાણો અનુવાદકના ક્ષેત્રમાં ઉપલબ્ધ હોય તો અનુવાદકે તેનો સમાવેશ કરવો. અને જો તેનો સમાવેશ કરે તો તેને કૌંસ ([]) માં દર્શાવવું એ સૂચિત કરવા કે આ વાત કદાચ ૧ યોહાનની મૂળ આવૃત્તિમાં ન હતી.

  • “ત્રણ એવા છે જેઓ સાક્ષી પૂરે છે: આત્મા, પાણી અને રક્ત. આ ત્રણ સંમતિમાં છે.” (૫:૭-૮) અમુક જૂના લખાણોમાં એ પ્રમાણે છે કે, “કેમ કે સ્વર્ગમાં સાક્ષી પૂરનાર ત્રણ છે: પિતા, શબ્દ, અને પવિત્ર આત્મા; અને આ ત્રણ એક છે: અને પૃથ્વી પર સાક્ષી પૂરનાર ત્રણ છે: આત્મા, પાણી અને રક્ત; અને આ ત્રણેય એક છે.”

(જુઓ:rc://*/ta/man/translate/translate-textvariants)