gu_tn_old/1co/front/intro.md

15 KiB

1 કરિંથીઓના પત્રનો પરિચય

ભાગ 1: સામાન્ય પરિચય

1 કરિંથીઓના પુસ્તકની રૂપરેખા

  1. મંડળીમાં ભાગલા (1:10-4:21)
  2. નૈતિક પાપો અને અનિયમિતતા (5:1-13)
  3. ખ્રિસ્તીઓનું અન્ય ખ્રિસ્તીઓને ન્યાયાલયમાં લઈ જવું (6:1-20)
  4. લગ્ન અને સંબંધિત બાબતો (7:1-40)
  5. ખ્રિસ્તી સ્વાતંત્ર્યનો દુરૂપયોગ; મૂર્તિઓને ધરેલ નૈવેદ; સ્ત્રીઓનું માથે ઓઢવું (8:1-13; 10:1-11:16)
  6. પ્રેરિત તરીકે પાઉલના અધિકારો (9:1-27)
  7. પ્રભુ ભોજન (11:17-34)
  8. પવિત્ર આત્માના દાનો (12:1-31)
  9. પ્રેમ (13:1-13)
  10. પવિત્ર આત્માના દાનો: ભવિષ્યવાણી અને અન્ય ભાષાઓ (14:1-40)
  11. વિશ્વાસીઓનું પુનરુત્થાન અને ખ્રિસ્તનું પુનરુત્થાન (15:1-58)
  12. સમાપન: યરૂશાલેમના ખ્રિસ્તીઓ માટેનું યોગદાન, વિનંતીઓ અને વ્યક્તિગત અભિવાદન (16:1-24)

1 કરિંથીઓનું પુસ્તક કોણે લખ્યું?

પાઉલે 1 કરિંથીઓનો પત્ર લખ્યો. પાઉલ તાર્સસ શહેરનો હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલાં, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. તે ખ્રિસ્તી બન્યા પછી, લોકોને ઈસુ વિષે કહેતા તેણે રોમન સામ્રાજ્યમાં સર્વત્ર અનેક વખત મૂસાફરી કરી.

પાઉલે કરિંથમાં જે મંડળીની મળતી હતી તેની શરૂઆત કરી. જ્યારે તેણે આ પત્ર લખ્યો ત્યારે તે એફેસસ શહેરમાં રહેતો હતો.

1 કરિંથીઓનું પુસ્તક શેના વિષે છે?

1 કરિંથીઓનો પત્ર પાઉલે કરિંથ શહેરમાં રહેલા વિશ્વાસીઓને લખ્યો હતો. પાઉલે સાંભળ્યું હતું કે ત્યાંના વિશ્વાસીઓ વચ્ચે સમસ્યાઓ છે. તેઓ એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. તેઓમાંના કેટલાક ખ્રિસ્તી ઉપદેશોને સમજી શક્યા ન હતા. અને તેઓમાંના કેટલાક અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. આ પત્રમાં, પાઉલ તેમને પ્રત્યુત્તર આપ્યો અને તેમને ઈશ્વરને પ્રસન્ન કરે તેવી રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહન આપ્યું.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે કરવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક દ્વારા બોલાવવાનું પસંદ કરી શકે છે, ""કરિંથીઓનો પહેલો પત્ર."" અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""કરિંથમાંની મંડળીને પાઉલનો પહેલો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

કરિંથ શહેર કેવું હતું?

કરિંથ પ્રાચીન ગ્રીસમાં આવેલું એક મોટું શહેર હતું. તે ભૂમધ્ય સમુદ્રની નજીક હોવાને કારણે, ઘણા મૂસાફરો અને વેપારીઓ ત્યાં માલ ખરીદ અને વેચાણ માટે આવતા હતા. આના પરિણામે શહેરમાં વિવિધ સંસ્કૃતિઓના લોકો હતા. અનૈતિક રીતે જીવનારા લોકો માટે આ શહેર પ્રખ્યાત હતું. લોકો ગ્રીક પ્રેમની દેવી એફ્રોદીતની ઉપાસના કરતા હતા. એફ્રોદીતને સન્માનના ભાગરૂપે, તેના ઉપાસકો મંદિરની ગણિકાઓ સાથે જાતીય સંબંધ બાંધતા હતા.

મૂર્તિઓને ધરેલ માંસના નૈવેદની સમસ્યા શું હતી?

કરિંથમાં ઘણા પ્રાણીઓને મારીને જૂઠા દેવોને બલિદાન કરવામાં આવતા. યાજકો અને ઉપાસકો થોડું માંસ રાખી લેતા. મોટાભાગનું માંસ બજારોમાં વેચાવામાં આવતું. ઘણા ખ્રિસ્તીઓ આ માંસ ખાવું તેમના માટે યોગ્ય છે કે કેમ તે અંગે એકબીજા સાથે અસંમત હતા, કારણ કે તે જૂઠા દેવને અર્પણ કરવામાં આવ્યું હતું. પાઉલ આ સમસ્યા વિશે 1 કરિંથીઓના પત્રમાં લખે છે.

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

યુએલટીમાં 1 કરિંથીઓમાં ""પવિત્ર"" અને ""પવિત્ર કરવું"" ના વિચારો કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?

શાસ્ત્રો વિવિધ વિચારોમાંના એક વિચારને સૂચવવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરે છે. આ કારણોસર, અનુવાદકો માટે ઘણીવાર તેમની આવૃત્તિઓમાં તેમને સારી રીતે રજૂ કરવું મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરવામાં, 1 કરિંથીઓ યુએલટી નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

  • કેટલીકવાર શાસ્ત્રપાઠનો અર્થ નૈતિક પવિત્રતા સૂચવે છે. સુવાર્તાને સમજવા માટે ખાસ કરીને એ મહત્વનું છે કે ઈશ્વર ખ્રિસ્તીઓને પાપરહિત માને છે કારણ કે તેઓ ઈસુ ખ્રિસ્તમાં એક થયા છે. બીજું સંબંધિત સત્ય એ છે કે ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે. ત્રીજું સત્ય એ છે કે ખ્રિસ્તીઓએ જીવનમાં નિરપરાધી અને દોષરહિત વર્તવું જોઈએ. આ કિસ્સાઓમાં, યુએલટી ""પવિત્ર,"" ""પવિત્ર ઈશ્વર,"" ""પવિત્ર લોકો,"" અથવા ""પવિત્ર લોકો"" નો ઉપયોગ કરે છે. (જુઓ: 1:2; 3:17)
  • કેટલીકવાર શાસ્ત્રપાઠનો અર્થ ખ્રિસ્તીઓ દ્વારા ભરેલી કોઈ ખાસ ભૂમિકા સૂચવ્યા વિના સરળ સંદર્ભ સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""વિશ્વાસી"" અથવા ""વિશ્વાસીઓ"" ઉપયોગ કરે છે. (જુઓ: 6:1, 2; 14:33; 16:1, 15)
  • કેટલીકવાર શાસ્ત્રપાઠનો અર્થ માત્ર ઈશ્વર માટે અલગ રાખેલ વ્યક્તિ કે વસ્તુનો અર્થ સૂચવે છે. આ કિસ્સાઓમાં, યુએલટી ""અલગ કરવું,"" ""ને સમર્પિત,"" ""માટે અનામત,"" અથવા ""પવિત્ર."" નો ઉપયોગ કરે છે. (જુઓ: 1:2; 6:11; 7:14, 34)

અનુવાદકો આ વિચારોને તેમની આવૃત્તિઓમાં કેવી રીતે રજૂ કરે છે તે વિશે યુએસટી ઘણીવાર મદદરૂપ બનશે.

""દેહ"" નો અર્થ શો છે?

પાઉલ વારંવાર ""દેહ"" અથવા ""દૈહિક"" શબ્દોનો ઉપયોગ પાપી કાર્યો કરનારા ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરવા માટે કરતો હતો. જો કે, તે ભૌતિક જગત નથી જે દુષ્ટ છે. પાઉલે ન્યાયી રીતે ""આત્મિક"" જીવન જીવતા ખ્રિસ્તીઓનું પણ વર્ણન કર્યું. આ કારણ કે તેઓએ પવિત્ર આત્માએ જે તેઓને કરવાનું શીખવ્યું હતું તે જ કર્યું. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/flesh]] અને [[rc:///tw/dict/bible/kt/righteous]] અને rc://*/tw/dict/bible/kt/spirit)

""ખ્રિસ્તમાં,"" ""પ્રભુમાં,"" વગેરે જેવા અભિવ્યક્તિ દ્વારા પાઉલનો અર્થ શો હતો?

આ પ્રકારની અભિવ્યક્તિ 1:2, 30, 31; 3:1; 4:10, 15, 17; 6:11, 19; 7:22; 9:1, 2; 11:11, 25; 12:3, 9, 13, 18, 25; 14:16; 15:18, 19, 22, 31, 58; 16:19, 24 માં થાય છે. પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓની સાથે ખૂબ જ નિકટના સંબંધમાં વિચાર વ્યક્ત કરવાનો હતો. તે જ સમયે, તેણે ઘણીવાર બીજા અર્થનો હેતુ પણ રાખતો હતો. જુઓ, ઉદાહરણ તરીકે, ""જેઓ ખ્રિસ્ત ઈસુમાં સમર્પિત થયેલાઓ"" (1:2), જ્યાં પાઉલનો ખાસ અર્થ એ હતો કે ખ્રિસ્તી વિશ્વાસીઓ ખ્રિસ્તને સમર્પિત છે.

આ પ્રકાર અભિવ્યક્તિ વિશેની વધુ વિગતો માટે રોમનોના પુસ્તકનો પરિચય જુઓ.

1 કરિંથીઓના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ ક્યા છે?

નીચે આપેલી કલમો માટે, બાઈબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી અલગ પડે છે. અનુવાદકોને બાઈબલની આધુનિક આવૃત્તિઓને અનુસરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, અનુવાદકોના વિસ્તારમાં બાઈબલ હોય કે જે બાઈબલની જૂની આવૃતિઓ અનુસાર વાંચવામાં આવતું હોય, તો અનુવાદકો તેઓને અનુસરી શકે છે. જો એમ હોય, તો આ કલમોને 1 કરિંથીઓમાંની નથી તે સૂચવવા માટે ચોરસ કૌંસની ([]) અંદર મૂકવી જોઈએ.

  • ""તેથી તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો."" કેટલીક જૂની આવૃતિઓમાં વાંચવામાં આવે છે ""તો તમારા શરીર વડે અને તમારા આત્મામાં, કે જે ઈશ્વરના છે, ઈશ્વરને મહિમા આપો."" (6:20)
  • ""હું પોતે નિયમાધીન ન છતાં પણ મેં આમ કર્યું"" (9:20). કેટલીક જૂની આવૃતિઓ આ શાસ્ત્રપાઠને છોડી દે છે.
  • ""અંતઃકરણની ખાતર - અન્ય વ્યક્તિના અંતઃકરણ માટે."" કેટલીક જૂની આવૃત્તિઓમાં વાંચવામાં આવે છે ""અંતઃકરણને માટે: પૃથ્વી અને તેમાંની દરેક વસ્તુ ઈશ્વરની છે તેના માટે: અન્ય વ્યક્તિના અંતઃકરણ માટે."" (10:28)
  • ""અને જો હું મારું શરીર અગ્નિને સોંપું"" (13:3). કેટલીક જૂની આવૃતિઓમાં વાંચવામાં આવે છે, ""અને હું મારું શરીર આપું છું કે જેથી હું શેખી કરી શકું.""
  • ""પરંતુ જો કોઈ આ ઓળખાતું નથી, તો ભલે તેને ઓળખે નહિ"" (14:38). કેટલીક જૂની આવૃતિઓમાં વાંચવામાં આવે છે, ""પણ જો કોઈ આ બાબતે અજ્ઞાન હોય, તો ભલે તે અજ્ઞાન રહે.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)