gu_tn_old/1co/12/intro.md

2.3 KiB

1 કરિંથીઓનો પત્ર 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પવિત્ર આત્માના દાનો

આ અધ્યાય એક નવો વિભાગ શરૂ કરે છે. 12-14 અધ્યાયો મંડળીની અંદર આત્મિક દાનોની ચર્ચા કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મંડળી, ખ્રિસ્તનું શરીર

શાસ્ત્રમાં આ એક મહત્વપૂર્ણ રૂપક છે. મંડળીના ઘણા જુદા જુદા ભાગો છે. દરેક ભાગના અલગ અલગ કાર્યો હોય છે. તે બધા મળીને એક મંડળી બને છે. સઘળા જુદા જુદા ભાગો અગત્યના છે. દરેક ભાગે અન્ય સઘળા ભાગોની ચિંતા કરવી જોઈએ, પછી ભલે તેઓ ઓછા મહત્વના લાગે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""પવિત્ર આત્મા સિવાય કોઈ 'ઈસુ પ્રભુ છે' એમ કહી શકતું નથી.""

જૂનો કરાર વાંચતા, યહૂદીઓએ ""યહોવાહ"" શબ્દ માટે ""પ્રભુ"" શબ્દ બદલ્યો છે. આ વાક્યનો કદાચ અર્થ એ છે કે જ્યાં સુધી પવિત્ર આત્માનો પ્રભાવ તેમને આ સત્ય સ્વીકારવા દોરશે નહિ, ત્યાં સુધી કોઈપણ ઈસુ પ્રભુ, દેહમાં ઈશ્વર છે, એમ કહી શકશે નહિ. જો આ નિવેદનને નબળું અનુવાદ કરવામાં આવે, તો તેનાથી ધર્મશાસ્ત્રના અનિશ્ચિત પરિણામો આવી શકે છે.