gu_tn_old/1co/11/intro.md

4.0 KiB

1 કરિંથીઓનો પત્ર 11 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ પત્રના નવા વિભાગની શરૂઆત છે (અધ્યાય 11-14). પાઉલ હવે યોગ્ય મંડળીની સેવાઓ વિશે વાત કરે છે. આ અધ્યાયમાં, તે બે જુદી જુદી સમસ્યાઓનો સામનો કરે છે: મંડળીમાં સ્ત્રીઓ (કલમ 1-16) અને પ્રભુભોજનની સેવાઓ (કલમ 17-34).

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મંડળીની સેવામાં યોગ્ય વર્તન

શિસ્તહીન સ્ત્રીઓ

અહીં પાઉલની સૂચનાઓ વિદ્ધાનોમાં ચર્ચાનો વિષય છે. એવી સ્ત્રીઓ હોઈ શકે છે કે જેઓ તેમની ખ્રિસ્તી સ્વતંત્રતાનો દુરુપયોગ કરતી હતી અને સ્થાપિત સાંસ્કૃતિક રિવાજોની વિરુદ્ધ જઈને મંડળીમાં અવ્યવસ્થા પેદા કરી રહી હતી. તેમની ક્રિયાઓથી ઉભી થયેલી અવ્યવસ્થા તેને ચિંતિત કરી દેશે.

પ્રભુભોજન

કરિંથીઓ જે રીતે પ્રભુભોજન લઇ રહ્યા હતા તેમાં સમસ્યા હતી. તેઓ એકમત થઈને વર્ત્યા ન હતા. પ્રભુભોજન સાથે ઉજવાયેલા પર્વ દરમિયાન, તેમાંના કેટલાક લોકોએ પોતાનો ખોરાક વહેંચ્યા વિના જ ખાધો હતો. તેમાંના કેટલાકે નશો કર્યો જ્યારે ગરીબ લોકો ભૂખ્યા રહ્યા હતા. પાઉલે શિક્ષણ આપ્યું કે વિશ્વાસીઓએ ખ્રિસ્તના મરણનું અપમાન કર્યું છે, કારણ કે તેઓ પાપ કરતી વખતે અથવા એકબીજા સાથે તૂટેલા સંબંધોમાં હતા તેમ છતાં તેઓએ પ્રભુભોજનમાં ભાગ લીધો. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/reconcile]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

પાઉલ તેણે સૂચવેલ આરાધના નિયમોને અનુસરવા માટે લોકોની અનિચ્છા માટે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ તેઓને ઠપકો આપવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

શિર

પાઉલ કલમ 3 માં અધિકાર માટે રૂપક તરીકે ""શિર"" નો ઉપયોગ કરે છે અને કલમ 4 અને નીચેનામાં વ્યક્તિના વાસ્તવિક માથાનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. તેઓ એક સાથે ખૂબ નજીક હોવાથી, શક્ય છે કે પાઉલે ઇરાદાપૂર્વક આ રીતે ""શિર"" શબ્દ વાપર્યો છે. આ વર્ણન કરે છે કે આ કલમમાંના વિચારો જોડાયેલા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)