gu_tn_old/1co/10/intro.md

3.6 KiB

1 કરિંથીઓનો પત્ર 10 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

8-10 અધ્યાય મળીને આ પ્રશ્નના જવાબ આપે છે: ""શું મૂર્તિને અર્પણ કરેલ માંસ ખાવું એ સ્વીકાર્ય છે?""

આ અધ્યાયમાં, પાઉલ લોકોને પાપ ન કરવાની ચેતવણી આપવા માટે નિર્ગમનનો ઉપયોગ કરે છે. તે પછી, તે મૂર્તિઓને ધરાવવામાં આવતા નૈવેદની ચર્ચા કરવા પાછો આવે છે. તે ઉદાહરણ તરીકે પ્રભુ ભોજનનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sin)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

નિર્ગમન

પાઉલે મિસર દેશ છોડીને અને અરણ્યમાં ફરતા અનુભવોનો વિશ્વાસીઓ માટે ચેતવણી તરીકે ઉપયોગ કર્યો છે. જો કે ઇઝરાએલીઓ બધા મૂસાની પાછળ ગયા, તેઓ બધા માર્ગમાં મરણ પામ્યા. તેમાંથી કોઈ વચનના દેશમાં જવા પામ્યું નહિ. કેટલાકે મૂર્તિની ઉપાસના કરી, કેટલાકે ઈશ્વરની કસોટી કરી અને કેટલાકે કચકચ કરી. પાઉલ ખ્રિસ્તીઓને પાપ ન કરવાની ચેતવણી આપે છે. આપણે લાલચનો સામનો કરી શકીએ છીએ કારણ કે ઈશ્વર તેનાથી દૂર રહેવાનો માર્ગ પૂરો પાડે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/promisedland)

મૂર્તિઓને અર્પણ કરેલ માંસ

પાઉલ મૂર્તિઓને અર્પણ કરેલ માંસની ચર્ચા કરે છે. ખ્રિસ્તીઓને ખાવાની છૂટ છે, પરંતુ તે અન્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી માંસ ખરીદો અથવા મિત્ર સાથે ખાઓ, ત્યારે પૂછશો નહિ કે તે મૂર્તિઓને અર્પણ કરવામાં આવ્યું હતું કે નહિ. પરંતુ જો કોઈ તમને કહે કે તે મૂર્તિઓને અર્પણ કરવામાં આવ્યું છે, તો તે વ્યક્તિ માટે તે ન ખાઓ. કોઈની લાગણી ન દુભાવો. તેના બદલે તેમને બચાવવા માટે માર્ગ શોધો. (જુઓ: rc://*/tw/dict/bible/kt/save)

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે કરિંથીઓને શિક્ષણ આપે છે ત્યારે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે તે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)