gu_tn_old/1co/07/intro.md

2.2 KiB

1 કરિંથીઓનો પત્ર 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ કરિંથીઓએ કદાચ તેને પૂછેલા પ્રશ્નોની શ્રેણીના જવાબ આપવાનું શરૂ કરે છે. પહેલો પ્રશ્ન લગ્ન વિશે છે. બીજો પ્રશ્ન દાસ સ્વતંત્ર થવાનો પ્રયાસ કરી રહ્યો છે, એક બિન-યહૂદી યહૂદી બનશે, અથવા યહૂદી બિન-યહૂદી બનશે તે વિશે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

છૂટાછેડા

પાઉલ કહે છે પરણિત ખ્રિસ્તીએ છૂટાછેડા લેવા હોવા જોઈએ નહિ. અવિશ્વાસી સાથે લગ્ન કરેલા ખ્રિસ્તીએ તેમના પતિ અથવા પત્નીને છોડવા જોઈએ નહિ. જો અવિશ્વાસી પતિ કે પત્ની છોડે છે, તો આ પાપ નથી. પાઉલ સલાહ આપે છે કે, મુશ્કેલ સમયને કારણે અને ઈસુનું આગમન નજીક હોવાથી, અપરણિત રહેવું સ્વીકાર્ય છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/believe]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

વ્યક્તિત્વ

જાતીય સંબંધોને સમજદારીપૂર્વક ઉલ્લેખવા માટે પાઉલ ઘણા વ્યક્તિત્વનો ઉપયોગ કરે છે. આ ઘણીવાર સંવેદનશીલ વિષય છે. ઘણી સંસ્કૃતિઓ આ બાબતો વિશે ખુલ્લેઆમ બોલવાની ઇચ્છા રાખતી નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)