1.4 KiB
1.4 KiB
મુખ્ય યાજક પાસેથી મળેલ અધિકાર
શાઉલને મળેલ અધિકાર અને સામર્થ્ય આ સમયે માત્ર યહુદી લોકો પૂરતા સિમિત હતા તેવું જોવા મળે છે.
તે મારું પસંદ કરેલું પાત્ર છે
“પસંદ કરેલું પાત્ર” એ એમ દર્શાવે છે કે સેવાને માટે તેમને અલગ કરવામાં આવ્યા છે. તેનો એવો અનુવાદ થઇ શકે “મેં તેને મારી સેવા માટે પસંદ કર્યો છે”
તે માટે કે તે મારું નામ ધારણ કરે
“તે મારું નામ ધારણ કરે” એ ઇસુ સાથે ઓળખવા અને ઇસુ વિશે બોલવા સાથે સંકળાયેલું છે. તેનો એવો પણ અનુવાદ થાય કે “તે મારે વિશે બોલે” (UBD).
મારા નામને કારણે
“મારા વિશે લોકોને જણાવવાને લીધે” આ અર્થ અભિવ્યક્ત થાય છે.