gu_tn/ROM/11/15.md

15 lines
2.1 KiB
Markdown

# જેઓ
" આ સર્વનામ યહૂદી અવિશ્વાસીઓને દર્શાવે છે.
# તો તેઓનો સ્વીકાર કરવાથી મરણમાંથી જીવન સિવાય શું થશે
" તો પછી, જયારે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરશે ત્યારે દેવ તેમનો કેવી રીતે સ્વીકાર કરશે ? તેઓ મરણમાંથી જીવનમાં પાછા આવ્યા તેના જેવું થશે!" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# જો પ્રથમફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે.
પાઉલ અબ્રાહમ, ઇસહાક અને યાકુબ, ઇસ્રાએલના પૂર્વજોની સરખામણી કાપણીના પ્રથમ પાકની સાથે કરે છે અને ઇસ્રાએલકે જેઓ તેમના વંશજો છે તેની સરખામણી પાછળથી કરવામાં આવેલ કાપણીમાંથી તૈયાર કરેલ લોંદાની સાથે કરે છે. (જુઓ: રૂપક )
# જો મૂળ પવિત્ર હોય તો ડાળીઓ પણ પવિત્ર છે
પાઉલ અબ્રાહમ, ઇસહાક અને યાકુબ, ઇસ્રાએલના પૂર્વજોની વૃક્ષના મૂળ સાથે કરે છે અને ઇસ્રાએલકે જેઓ તેમના વંશજો છે તેની સરખામણી વૃક્ષનિ ડાળીઓ સાથે કરે છે. ( જુઓ: રૂપક )
# પવિત્ર
જે લોકો પવિત્ર છે તેઓ દેવના છે અને તેમને દેવની સેવાના હેતુસર અને દેવને મહિમા આપવા સારું અલગ કર્યા છે.