gu_tn/ROM/10/06.md

2.9 KiB

પરંતુ જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે તે આ પ્રમાણે કહે છે

અહી "ન્યાયીપણા" ને બોલતા વ્યક્તિ તરીકે દર્શાવેલ છે. વૈકલ્પિક ભાષાંતર: " પરંતુ મૂસાએ આના વિષે લખ્યુકે કેવી રીતે વિશ્વાસ માણસને દેવની સમક્ષ ન્યાયી ઠરાવી શકે." ( જુઓ: મૂર્તસ્વરૂપ)

તારા હૃદયમાં ન કહે

" પોતાને ન કહીશ" . મૂસા લોકોને એ રીતે સંબોધે છે કે તેઓ જાણે એકજ વ્યક્તિ હોય" ( જુઓ: તમે ના રૂપો ) # કોણ આકાશમાં ચઢશે ?

મૂસા પોતાના શ્રોતાઓને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેની પહેલાની સુચના હતી " ન કહીશ" જેનો જવાબ આ પ્રશ્નના સદર્ભમાં નકારાત્મક આવે. વૈકલ્પિક ભાષાંતર : " કોઈએ પણ ઉપર સ્વર્ગમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. " ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

એટલેકે ખ્રિસ્તને નીચે લાવવો

કે જેથી તેઓ ખ્રિસ્તને નીચે પૃથ્વી પર લાવે.

કોણ ઊંડાણમાં ઊતરશે ?

" મૂસા તેના શ્રોતાઓને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેની પહેલાની સુચના હતી " ન કહીશ" જેનો જવાબ આ પ્રશ્નના સદર્ભમાં નકારાત્મક આવે. વૈકલ્પિક ભાષાંતર : " જ્યાં મરેલા લોકોના આત્માઓ છે તે જગ્યાએ કોઈએ નીચે ઉતારવાનો અને તેમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવો નહિ. " ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

એટલેકે ખ્રિસ્તને મૂએલામાંથી ઉપર લાવવાને

કે જેથી તેઓ ખ્રિસ્તને મરણમાંથી ઉપર લાવે.