gu_tn/ROM/09/03.md

1.9 KiB

કેમકે મારા ભાઈઓને બદલે , એટલે દેહ પ્રમાણે જેઓ મારા સગાંસંબંધી છે તેઓને બદલે હું શાપિત થાઉં અને ખ્રિસ્તથી અલગ/બહિષ્કૃત થાઉં એવી જાણે મને ઈચ્છા થાય છે.

વૈકલ્પિક ભાષાંતર : " હું વ્યક્તિગત રીતે રાજી છું કે દેવ મને શાપ આપે અને ખ્રિસ્તથી મને સદાકાળને માટે અલગ કરે જો તે મારા સાથી ઇસ્રાએલી, મારા પોતાના લોકજૂથને ખ્રિસ્તમાં વિશ્વાસ કરવામાં મદદરૂપ થાય."

તેઓ ઇસ્રાએલીઓ છે

" તેઓ, મારી જેમ, ઇસ્રાએલીઓ છે. દેવે તેમને યાકુબના વંશજો થવા પસંદ કર્યા." (યુંડીબી)

પૂર્વજો તેમના છે અને દેહ પ્રમાણે ખ્રિસ્ત તેઓમાંથી આવ્યો છે

" તેમના પૂર્વજોમાથી ખ્રિસ્ત દૈહિક રીતે વંશજ તરીકે આવ્યો છે. "

ખ્રિસ્ત , જે સર્વોપરી, દેવે સદાકાળને માટે આશીર્વાદ દીધો છે

આનું અલગ વાક્ય ભાષાંતર આવું થાય : " ખ્રિસ્ત સર્વોપરી છે અને દેવે તેને સદાકાળને માટે આશીર્વાદ દીધો છે.