gu_tn/ROM/08/09.md

2.8 KiB

દેહમાં પરંતુ આત્મામાં

૮:૫ માં કેવી રીતે ભાષાંતર કરેલ છે તે જુઓ.

આત્મા..દેવનો આત્મા…ખ્રિસ્તનોઆત્મા

આ બધા પવિત્રઆત્માને દર્શાવે છે.

જો આ સાચું હોય તો

આ વિધાનનો અર્થ એવો નથી કે કેટલાકને પવિત્રઆત્મા છે તેના માટે પાઉલ શંકા કરે છે. પાઉલ તેમને ભાન કરાવવા માંગે છે કે તેઓ બધને દેવનો આત્મા છે. વૈકલ્પિક ભાષાંતર : " એમ હોવાથી" અથવા " કારણકે "

જો ખ્રિસ્ત તમારામાં હોય

વ્યક્તિમાં ખ્રિસ્ત કેવી રીતે જીવે છે તે સ્પષ્ટ કરી શકાય છે

" પવિત્રઆત્મા દ્વારા જો ખ્રિસ્ત તમારામાં જીવતો હોય." ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )

એક તરફ પાપના સંદર્ભમાં શરીર મરેલું છે, પરંતુ બીજી તરફ

" એક તરફ " અને " પરંતુ બીજી તરફ " આ વિધાનો કોઈક બાબતને બે જુદી રીતે વિચારી શકાય તેનો પરિચય આપે છે. વૈકલ્પિક ભાષાંતર : " પાપના સંદર્ભમાં શરીરતો મરેલું છે, પરંતુ." ( જુઓ : રૂઢીપ્રયોગ )

પાપના સંદર્ભમાં શરીર મરેલું છે

શક્ય અર્થ : (૧) પાપના સામર્થ્ય પ્રત્યે વ્યક્તિ આત્મિક રીતે મૃત છે (૨) પાપને કારણે દૈહિક શરીર હજુપણ નાશ પામશે. " .

ન્યાયીપણાના સંદર્ભમાં આત્મા જીવિત છે

શક્ય અર્થ (૧) વ્યક્તિ આત્મિક રીતે જીવંત છે અને દેવે તેને ન્યાયી કૃત્યો કરવાનું સામર્થ્ય આપેલ છે અથવા ( ૨) વ્યક્તિના મરણ પછી દેવ તેને ફરીથી જીવતો કરશે કારણકે દેવ ન્યાયી છે અને વિશ્વાસીઓને અનંતજીવન આપે છે. .