gu_tn/ROM/06/06.md

3.0 KiB

આપણું જુનું માણસપણું તેની સાથે વધસ્તંભે જડાયું

અહી પાઉલ વિશ્વાસીને ઇસુમાં વિશ્વાસ કર્યા પહેલા એક વ્યક્તિ તરીકે અને ઇસુમાં વિશ્વાસ કર્યા પછી બીજી વ્યક્તિ તરીકે રજુ કરે છે. "જુનું માણસપણું" એ ઇસુમાં વિશ્વાસ કર્યો તે પહેલાની વ્યક્તિને દર્શાવે છે. વ્યક્તિ આત્મિક રીતે મૃત છે અને પાપના નિયંત્રણમાં છે. પાઉલ વર્ણવે છે કે જયારે આપણે ઇસુમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણું જુનું પાપી વ્યક્તિત્વ ઇસુ સાથે વધસ્તંભ પર મરણ પામે છે. વૈકલ્પિક ભાષાંતર: " આપણું જુનું પાપી વ્યક્તિત્વ ઇસુ સાથે વધસ્તંભ પર હતું. "

જુનું માણસપણું

" પહેલાનું માણસ" , એક વ્યક્તિ જે પહેલા હતો પણ હવે નથી રહ્યો.

પાપનું શરીર

સંપૂર્ણ પાપી વ્યક્તિત્વ ( જુઓ : )

નાશ પામશે

" મરણ પામશે "

આપણે પાપની ગુલામગીરીમાં ન રહીએ

પાઉલ, પાપનું સામર્થ્ય માણસ પર હોય છે તેની સરખામણી માલિક જે રીતે ગુલામને નિયંત્રણ કરે છે તેની સાથે કરે છે : પવિત્રઆત્મા વિનાનો વ્યક્તિ હંમેશા જે પાપ છે તેની પસંદગી કરે છે. દેવને જે પસંદ છે તે કરવા માટે તે સ્વતંત્ર નથી. વૈકલ્પિક ભાષાંતર : " આપણે પાપના ગુલામ થઈને ન રહેવું જોઈએ " અથવા " આપણે, જે પાપ છે તેની પસંદગી ન કર્યા કરવી જોઈએ' ( જુઓ : રૂપક )

જે મરણ પામ્યો છે તે પાપના સબંધમાં ન્યાયી જાહેર થયેલ છે

સક્રિય ક્રિયાપદ વૈકલ્પિક ભાષાંતર : " જે કોઈપણ પાપના સામર્થ્યના સંદર્ભમાં મરણ પામ્યા તેને દેવ ન્યાયી જાહેર કરશે."