gu_tn/ROM/06/04.md

2.3 KiB

બાપ્તિસમા દ્વારા તેની સાથે મરણમાં દટાયા

વિશ્વાસીના પાણીમાં બાપ્તિસમાની સરખામણી ઈસુના મરણ અને કબરમાં દફન કરવામાં આવ્યા તેની સાથે કરી છે. અહીં એ બાબત પર ભાર મુકે છે કે ખ્રિસ્તમાં જે વિશ્વાસી છે તે તેના મરણના લાભમાં ભાગીદાર છે જેનો અર્થ એમ થાયકે પાપને હવે વિશ્વાસી પર કોઈ અધિકાર નથી. ( જુઓ : રૂપક )

જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી સજીવન કરવામાં આવ્યા તેમજ આપણે પણ નવા જીવન માં ચાલીએ "

વિશ્વાસી આત્મિકરીતે જીવન પામે તેની સરખામણી ઇસુ દેહમાં ફરીથી સજીવન થયા તેની સાથે કરી છે. વિશ્વાસીનું નવું આત્મિક જીવન દેવને આધીન થવા સામર્થ્ય આપે છે . સક્રિય ક્રિયાપદ સાથે વૈકલ્પિક ભાષાંતર : ઈસુના મરણ પછી જેમ દેવે તેમને સજીવન કર્યા તેવીજ રીતે આપણને નવું આત્મિક જીવન મળે છે અને દેવને આધીન થઈએ છે.( જુઓ : સમાનાર્થ અને સક્રીય કે નિષ્ક્રિય )

તેના મરણની સમાનતામાં તેની સાથે એક થયા... તેના પુનરુત્થાનમાં એક થયા

તેની સાથે તેના મરણમાં જોડાયા..મરણ પછી તેની સાથે જીવનમાં જોડાયા" અથવા " તેની સાથે મરણ પામ્યા ... તેની સાથે સજીવન થયા " ( જુઓ : રૂપક )