gu_tn/ROM/04/23.md

2.4 KiB

હવે

પત્રના નવા વિભાગને દર્શાવવા આ શબ્દ અહી વપરાયો છે. પાઉલ ઇબ્રાહિમ વિષેની વાતથી ખ્રિસ્તમાં જે વિશ્વાસીઓ છે તેની વાત કરે છે..

તેનાજ લાભ માટે

" ઇબ્રાહિમ માટેજ "

તે તેને લેખે ગણવામાં આવ્યો

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " કે તેને અર્થે ન્યાયીપણું ગણ્યું." અથવા " દેવે તેને ન્યાયી ગણ્યો." ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય)

આપણી માટે

" આપણે" શબ્દ પાઉલ અને સર્વ વિશ્વાસીઓ માટે વપરાયો છે. ( જુઓ : સામુહિક )

પરંતુ આપણે માટે પણ એટલે આપણે પણ જેઓ વિશ્વાસ કરીએ છીએ તેને અર્થે ગણવામાં આવશે

" નવા વાક્યમાં સક્રિય ક્રિયાપદ સાથે ભાષાંતર આવું થાય : " તે આપણા પણ લાભમાં છે કારણકે જો આપણે વિશ્વાસ કરીએ તો દેવ આપણને પણ ન્યાયી ગણશે. "

તેને જેને ઉઠાડ્યો

" દેવ , જેને ઉઠાડ્યો"

ઇસુ જેને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યો." સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " દેવે ઇસુને તેને મારી નાખનારાઓને સોંપ્યો."

અને આપણા ન્યાયીકરણ માટે ઉઠાડવામાં આવ્યો

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " અને દેવે તેને ફરીથી સજીવન કર્યોકે જેથી દેવની સાથે આપણું સમાધાન થાય.