gu_tn/ROM/01/01.md

2.7 KiB

પાઉલ

" પાઉલ તરફથી". તમારી ભાષામાં લેખકની ઓળખ કરાવવા માટે ચોક્કસ રીત હશે. આનું ભાષાંતર આવી રીતે પણ થઇ શકે, " હું પાઉલ , આ પત્ર લખું છું." તમારે એ પણ કહેવાની જરૂર છે કે પત્ર કોને માટે છે ( ૧:૭ , જુઓ યુડીબી ) # પ્રેરિત થવા માટે તેડાયેલ, દેવની સુવાર્તા માટે અલગ કરાયેલ

આનું ભાષાંતર આવી રીતે થઇ શકે

નવું વાક્ય અને સક્રિય ક્રિયાપદની સાથે : " દેવે મને પ્રેરિત થવા સારુ તેડયો અને લોકોને સુવાર્તા કહેવા માટે પસંદ કર્યો."( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # પોતાના પ્રબોધકો દ્વારા અગાઉંથી પવિત્રશાસ્ત્રમાં વચન આપ્યું હતું

દેવે પોતાના લોકોને વચન આપ્યું હતુકે તે તેનું રાજ્ય સ્થાપશે. આ વચનો શાસ્ત્રમાં લખવા માટે તેણે

દેવે પ્રબોધકોને કહ્યું હતું. # તેના પુત્ર વિશે

" આ દેવની સુવાર્તાને દર્શાવે છે " , દેવ પોતાના પુત્રને આ જગતમાં મોકલવાના હતા તેના સારા સમાચાર .# દૈહિક રીતે જેનો જન્મ દાઉદના વંશમાં થયો. અહીં " દૈહિક" શબ્દએ શરીર માટે વપરાયેલ છે. આનું ભાષાંતર આ રીતે પણ થઇ શકે " શારીરિક સ્વભાવ પ્રમાણે જે દાઉદના વંશનો છે" અથવા " જેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો."