gu_tn/PHP/04/04.md

2.6 KiB

પ્રભુમાં સદા આનંદ કરો

અને ફરીથી કહું છું કે આનંદ કરો

પાઉલ ફિલ્લીપીના બધા વિશ્વાસીઓ સાથે વાત કરે છે. આનંદ કરવો કેટલું મહત્વનું છે તેની પર ભાર મુક્ત તે આનંદ કરવાની આજ્ઞાને ફરીથી કહે છે.આ રીતે ભાષાંતર કરી શકાય "પ્રભુએ જે કર્યું છે તેની માટે આનંદ કરો! ફરીથી કહું છું આનંદિત થાઓ!"

તમારી નમ્રતા સર્વ માણસોના જાણવામાં આવે તે જરૂરનું છે.

"સર્વ માણસોનું જોવું જરૂરનું છે કે તમે કેવા માયાળુ છો!"

પ્રભુ પાસે છે

શક્ય અર્થો ૧) પ્રભુ ઈસુ આત્મામાં વિશ્વાસીઓની પાસે છે અથવા ૨) પ્રભુ ઈસુનો પૃથ્વી પર પાછા આવવાનો દિવસ નજીક છે.

દરેક બાબતમાં પ્રાર્થના અને વિનંતીઓ વડે આભારસ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને કહો

"દરેક બાબત માટે પ્રાર્થના અને અભાર સાથે તમારી અરજ જણાવો."

જે સર્વ સમજશક્તિથી અધિક છે

"જે આપણા માનવી મનો સમજી શકે છે તેના કરતા વધારે છે"

તમારા હૃદયો અને વિચારોની સંભાળ રાખશે.

યોધ્ધોની જેમ ઈશ્વરની શાંતિ ચિંતાથી આપણા વિચારો અને આપણી લાગણીઓની સંભાળ રાખશે. આનો પૂર્ણ અર્થ આ રીતે સ્પષ્ટ કરી શકાય: "યોધ્ધાની જેમ બનીને આ જીવનની મુશ્કેલીઓ વિષે ચિંતાઓથી તમારા વિચારો અને લાગણીઓની સંભાળ રાખશે" (જુઓ:સ્પષ્ટ અને અસ્પષ્ટ)