gu_tn/PHP/04/01.md

4.1 KiB

તે માટે મારા પ્રિય ભાઈઓ, જેમના માટે હું આતુર છું

"મારા સાથી વિશ્વાસીઓ,હું તમને પ્રેમ કરું છું અને તમને જોવાને ઘણો ઈચ્છુક છું"

મારો આનંદ અને મુગટ

પાઉલ "આનંદ" શબ્દ નો ઉપયોગ ફિલિપ્પીની મંડળી તેની ખુશીનું કારણ છે તેવા અર્થ માટે કરે છે. "મુગટ" પાંદડાઓનો બનાવેલો હોય છે અને તે મહત્વની રમત જીત્યા પછી માન રૂપે વ્યક્તિના માથા પર પહેરાવવામાં આવે છે. "મુગટ"શબ્દ નો અર્થ અહીંયા ફિલીપ્પીની મંડળી ઈશ્વર આગળ પાઉલ માટે માન લાવે છે. આ રીતેનવા વાક્યની જેમ ભાષાંતર કરી શકાય "તમે મને આનંદ આપ્યો કારણકે તમે ઈસુમાં વિશ્વાસ કર્યો છે અને મારા કામનું તમે ઇનામ અને માન છો" (જુઓ: ને સબંધી)

આ રીતે પ્રભુમાં સ્થિર રહો, પ્રિય મિત્રો

આ રીતે નવા વાક્યમાં ભાષાંતર કરી શકાય "તેથી જેમ મેં તમને શીખવ્યું તેમ સતત પ્રભુ માટે જીવો, વહાલા મિત્રો"

હું યુવદિયાને વિનંતી કરૂ છું અને સુન્તુખેને વિનંતી કરું છું

આ સ્ત્રીઓ વિશ્વાસી હતી અને ફિલ્લીપીની મંડળીમાં પાઉલને મદદ કરતા હતી. આ રીતે ભાષાંતર કરી શકાય "હું યુવાદિયા અને સુન્તેખેને વિનંતી કરું છું" (જુઓ:નામો કેવીરીતે ભાષાંતર થાય છે)

પ્રભુમાં એક મનના થાઓ

"એક મનના થાઓ"વાક્યાંશનો અર્થ એક સરખું વલણ અથવા મત. આ રીતે ભાષાંતર કરી શકાય "એકબીજા સાથે સંમત થાઓ કારણકે તમે બંને એક જ પ્રભુમાં વિશ્વાસ કરો છો."

ખરેખરહું તને પણ વિનંતી કરું છું, મારા બંધનના સાચા સાથી

અહીંયા "તમે"શબ્દ એકવચન છે. પાઉલ વ્યક્તિનું નામ નથી કહેતો. તે ફક્ત તેને "મારા સાચા બંધનના સાથી"તરીકે સંબોધે છે, કોઈ વ્યક્તિ જે પાઉલ સાથે સુવાર્તા પ્રચારનું કામ કરતો હતો તેના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "હા, મારા બંધનના સાચા સાથી, હું તને પણ પુછુ છું" (જુઓ: તમેના સ્વરૂપો)

ક્લેમેન્તની સાથે

એક માણસ જે ફીલ્લીપીની મંડળીમાં વિશ્વાસી અને કામ કરનાર હતો.

જેઓના નામો જીવનનાં પુસ્તકમાં છે

"જેઓના નામો જીવન પુસ્તકમાં લખાયેલા છે"