gu_tn/PHP/02/09.md

1.9 KiB

ઈસુ ખ્રિસ્ત પાસે જે વલણ હતું પાઉલ તેનું વર્ણન ચાલુ રાખે છે

ઈશ્વરે તેને ઘણો ઊંચો કર્યો

"ઈશ્વરે ઈસુને ઘણો ઊંચો કર્યો"

સર્વ નામો કરતાં શ્રેષ્ઠ નામ

અહીંયા "નામ" હોદ્દો અથવા માનના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "બીજા બધા હોદ્દા કરતાં શ્રેષ્ઠ હોદ્દો" અથવા બીજા બધા માં કરતાં શ્રેષ્ઠ માન." (જુઓ: ને સબંધી)

દરેક ઘૂંટણ

અહીંયા "ઘૂંટણ" આખા વ્યક્તિના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "દરેક વ્યક્તિ" અથવા "દરેક જણ" (જુઓ: કોટ્સ)

પૃથ્વી નીચેના

લોકો મરે છે ત્યારે  જ્યાં તેઓ જાય છે, એ  જગ્યાના સંદર્ભમાં છે કે  જેને "હાદેસ" કહેવામાં આવે છે, અને જ્યાં અશુધ્ધ આત્માઓ રહે છે તે જગ્યાના સંદર્ભમાં પણ છે જેને "ઊંડી ખીણ" કહે છે. 

દરેક જીભ

અહીંયા "જીભ" આખા વ્યક્તિના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "દરેક વ્યક્તિ" અથવા "દરેક જણ" (જુઓ:કોટ્સ)