gu_tn/PHP/01/28.md

1.9 KiB

અને કશાથી બીશો નહિ

આ આજ્ઞા ફિલીપ્પીઓના વિશ્વાસીઓને વિષે છે. (જુઓ: વાક્ય)

તમારા વિરોધી છે તેઓથી

"તમારો વિરોધ જેઓ કરે છે તેઓથી"

એ તેઓને વિનાશની નિશાની છે, પણ તમને ઉધ્ધારની, ઉધ્ધાર જે ઈશ્વરથી છે

"તમારી હિંમત તેમને બતાવશે કે ઈશ્વર તેમનો નાશ કરશે, પણ તે તમને બચાવશે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ પરંતુ તેને વાસ્તે દુઃખ પણ સહન કરો એ માટે તમને ખ્રિસ્તને વાસ્તે એ કૃપાદાન આપવામાં આવ્યું છે

આને સક્રિય વાક્યમાં આ રીતે ભાષાંતર કરી શકાય, "ખ્રિસ્તમાં ફક્ત વિશ્વાસ માટે નહિ પરંતુ તેને માટે દુઃખ સહેવાને માટે પણ ઈશ્વર તમને માન આપે છે." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

જે તમે સહન કર્યું તેવો જ સંઘર્ષ તમે મારામાં જોયો છે, અને હમણાં મારામાં થાય છે

"એ માટે તમે એ જ સંઘર્ષ કરી રહેલા જે મારામાં તમે જોયો અને હાલ મારામાં થાય છે એ તમે સાંભળો છો"