gu_tn/MAT/13/44.md

2.6 KiB

ઈસુ પોતાના શિષ્યો સાથે ઘરમાં ગયા જ્યાં દેવના રાજ્યના દ્રષ્ટાંતો સવિસ્તર સમજાવે છે. આ બે દ્રષ્ટાંતોમાં ઈસુ બે ઉપમા વાપરી આકાશનું રાજ્ય કેવું છે તે શીખવી રહ્યાં છે. (જુઓ: ઉપમા)

આકાશનું રાજ્ય આના જેવું છે

જેને ઉપમા આપી સમજાવ્યું છે.

એક ખેતરમાં છુપાવેલા દ્રવ્ય જેવું

દ્રવ્ય એ બહુ જ મૂલ્યવાન અને કીમતી વસ્તુઓનો સંગ્રહ છે. અને પ્રત્યક્ષ ક્રિયાપદ ના ઉપયોગથી પણ સમજી શકાય, “દ્રવ્ય કે જે કોઈકે એક ખેતરમાં છુપાવ્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

છુપાવ્યું

સંતાડ્યું/જમીનમાં દાટી દીધું

પોતાનું સર્વસ્વ વેચી દઈને એ ખેતર વેચાતું લે છે

ગર્ભિત અર્થ એ છે કે એ વ્યક્તિ દ્રવ્યનો કબજો લેવા માટે ખેતર વેચાતું લે છે. (જુઓ: )

એક વેપારી

વેપારી એક ધંધાદારી વ્યક્તિ છે જે છૂટક કે જથ્થાબંધ વસ્તુઓ અલગ અલગ જગ્યાએથી મેળવતો હોય.

એક મૂલ્યવાન મોતીની શોધમાં લાગ્યો

મતલબ, કે એ વેપારી મૂલ્યવાન મોતી કે જે તે ખરીદી શકે તેની શોધમાં લાગ્યો. (જુઓ: )

મૂલ્યવાન મોતી

અને “સુંદર મોતી” અથવા “અદભુત મોતી” સમજી શકાય. મોતી

એક લીસો, સખત અને સફેદ અથવા આછા રંગનો મણકો કે જે દરિયામાં છીપમાંથી મળે છે અને જે બહુ જ મૂલ્યવાન શણગાર તરીકે વપરાય છે.