gu_tn/MAT/13/34.md

24 lines
2.5 KiB
Markdown

ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
# આ બધી વાતો ઈસુએ તેમને દ્રષ્ટાંતો માં કહી અને દ્રષ્ટાંતો સિવાય તેણે તેમને કશું કહ્યું નહીં
આ એ બાબત કે ઈસુએ તેમને દ્રષ્ટાંતો માં જ કહ્યું એની પર ભાર મુકે છે.
# આ બધી બાબતો
“આ બાબતો” ઈસુએ જે કહેવાની શરુઆત ૧૩:૧ થી કરી હતી તે.
# દ્રષ્ટાંત સિવાય તેણે તેમને કશું કહ્યું નહીં
“દ્રષ્ટાંતો દ્વારા શીખવવા સિવાય બીજું કઈ કહ્યું નહીં.” વૈકલ્પિક ભાષાંતર: “તેણે તેમને જે કઈ પણ કીધું તે દ્રષ્ટાંત માં જ કીધું.”
# જેથી પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થાય, ત્યારે તેણે કહ્યું
અને પ્રત્યક્ષ ક્રિયાપદ થી પણ સમજી શકાય: “બહુ જ પહેલા પ્રબોધકે જે દેવવાણી કરી હતી તે પરિપૂર્ણ કરી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# જ્યારે તેને કહ્યું
“જ્યારે પ્રબોધકે કહ્યું”
# જે બાબતો ગુપ્ત રાખેલી હતી
અને પણ પ્રત્યક્ષ ક્રિયાપદ સાથે સમજી શકાય, “દેવે જે બાબતો ગુપ્ત રાખી હતી.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# પૃથ્વીના મંડાણ અગાઉ
“જગતની શરૂઆત થઇ ત્યારથી” અથવા “જ્યારથી દેવે જગત રચ્યું.”