gu_tn/MAT/10/21.md

2.3 KiB

ઈસુ પોતાના બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.

ભાઈ ભાઈને તથા બાપ પોતાના સંતાનોને મારી નંખાવાને સોંપી દેશે

એટલે: “ભાઈ ભાઈને મારી નંખાવા સોંપી દેશે અને પિતા તેમનાં સંતાનોને મારી નંખાવા સોંપી દેશે”

સોંપી દેશે

જુઓ ૧૦:૧૭.

સામે ઉઠશે

“તમારી વિરુદ્ધ બળવો કરશે” અથવા “તમારાથી વિરુદ્ધ થઈ જશે.

તેમને મારી નંખાવશે

“તેમના મરણ માટે કારણભૂત બનશે” અથવા “તેમને મારી નાખવાનો અધિકાર તેમની પાસે હશે”

તમારો સહુ દ્વારા ધિક્કાર/દ્વેષ કરાશે

એટલે: “દરેક જણ તમારો ધિક્કાર કરશે” અથવા “સહુ તમારો દ્વેષ કરશે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

તમને..તમારી...તમે

આ વિભાગમાં બાર પ્રેરીતો માટે વપરાયું છે.

મારા નામ ને ખાતર

“મારે લીધે” અથવા “કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો”

જે પણ (સહન કરીને) ટકી રહેશે

“જે પણ વિશ્વાસુ રહેશે”

તે જ તારણ પામશે

એટલે: “દેવ તેનો છુટકારો કરશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

બીજા માં નાસી જાઓ

“બીજા પાસેના નગરમાં નાસી જાઓ”

આવે

આવી પહોંચશે