gu_tn/MAT/08/01.md

22 lines
2.6 KiB
Markdown

અહીં એક નવા પ્રકરણ ની શરૂઆત થાય છે જેમાં ઈસુ ઘણાં બધા લોકોને ચમત્કારિક સાજાપણું આપે છે.
# અને ઈસુ પહાડ પરથી ઊતર્યો, ત્યારે અતિ ઘણા લોક તેની પાછળ ગયા.
વૈકલ્પિક ભાષાંતર: “ઈસુના પહાડ પરથી નીચે ઉતર્યા પછી, એક મોટું ટોળું તેની પાછળ ગયું.” અહીં ટોળામાં જે લોકો તેની સાથે પહાડ પર હતા તે અને જેઓ પહાડ પર તેની સાથે નહોતા એમ બંને નો સમાવેશ થઇ શકે.
# જુઓ
અહીં આ શબ્દ “જુઓ” વાર્તા માં નવા પાત્ર થી આપણને વાકેફ કરે છે.
# એક કોઢીયો
“એક માણસ કે જેને કોઢ હતો” અથવા “એક માણસ જેને ચર્મરોગ હતો.”
# જો તું ચાહે તો
વૈકલ્પિક ભાષાંતર: “જો તું ઈચ્છે તો” અથવા “જો તારી મરજી હોય તો”. કોઢિેયો માણસ એ તો જાણતો હતો કે ઈસુ પાસે તેને સાજાપણું આપવાને શક્તિ/અધિકાર તો હતાં પણ ઈસુ તેને સ્પર્શ કરશે કે કેમ તે વિશે તેને ખાતરી નહોતી.
# તું મને શુદ્ધ કરી શકે છે
વૈકલ્પિક ભાષાંતર: “તું મને સાજાપણું આપી શકે છે” અથવા “મહેરબાની કરી ને મને સાજાપણું આપ.”
# તુરંત
લાગલો
# તે પોતાના કોઢ થી શુદ્ધ થયો
ઈસુનું “તું શુદ્ધ થા” કહેવાનું પરિણામ એ આવ્યું કે તે માણસ તરત જ સંપૂર્ણ સાજાપણું પામ્યો. વૈકલ્પિક ભાષાંતર: “તે સાજો થયો” અથવા “તેનો કોઢ ચાલ્યો ગયો” અથવા “તેના કોઢનો અંત આવ્યો”