gu_tn/MAT/03/07.md

16 lines
2.5 KiB
Markdown

યોહાન બાપ્તિસ્મી નો ઉપદેશ આગળ વધે છે.
# ઓ સર્પો ના વંશ
આ એક રૂપક છે. સાપ ઝેરી, ભયજનક હોય છે અને દુષ્ટતા ના પ્રતિક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઓ દુષ્ટ અને ઝેરીલા સર્પો!” અથવા “તમે સાપ ના જેવા દુષ્ટ છો.” (જુઓ: રૂપક)
# આવનાર કોપ થી નાસી જવાને તમને કોણે ચેતવ્યા
આ સવાલ વડે યોહાન એ લોકોને ઠપકો દે છે કે જેઓ તેની પાસે દેવની શિક્ષા માંથી બચી જવા બાપ્તિસ્મા તો લેવા આવે છે પણ તેઓ પાપ કરવાનું મૂકી દેવા ચાહતા નથી. “આ રીતે તમે દેવના કોપ થી બચી શકશો નહીં” અથવા “એવું ના વિચારો કે તમે માત્ર બાપ્તિસ્મા લેવાથી દેવના કોપ થી બચી શકશો” (જુઓ: )
# આવનાર કોપ થી
વૈકલ્પિક ભાષાંતર: “આવનાર શિક્ષા થી” અથવા “દેવ નો કોપ જે થોડી જ વારમાં અમલ થશે” અથવા “કારણ કે દેવ તમને થોડી વાર માં જ શિક્ષા કરવાના છે.” અહીં “કોપ” એ દેવની શિક્ષા દર્શાવે છે કારણ કે શિક્ષા પહેલા કોપ છે (કોપ જ શિક્ષા ને નિપજાવે છે). (જુઓ: )
# ઈબ્રાહીમ અમારો બાપ છે
“ઈબ્રાહીમ અમારો પૂર્વજ છે” અથવા “અમે ઈબ્રાહીમ ના સંતાન છીએ”
# આ પથ્થરો માંથી દેવ ઈબ્રાહીમને સારુ છોકરાં ઉત્પન્ન કરી શકે છે
આ પથ્થરોમાંથી દેવ ઈબ્રાહીમને સારુ શારીરિક સંતાન પેદા કરી આપી શકે”