gu_tn/LUK/06/20.md

1.5 KiB

તમે આશીર્વાદિત છો

આ વાક્ય ત્રણ વખત દોહરાવાયું છે. દરેક સમયે, એ દર્શાવે છે કે ઈશ્વર કૃપા આપે છે અથવા તેઓની પરિસ્થિતિ સારી કે હકારાત્મક છે.

જેઓ ગરીબ છે તેઓ આશીર્વાદિત છે

જેઓ ગરીબ છે તેઓ ઈશ્વરની કૃપા પામે છે” અથવા “તમે જેઓ ગરીબ છો તેઓને લાભ મળે છે” અથવા “તમો ગરીબ માટે કેટલુ સારુ છે” અથવા “જેઓ ગરીબ છે તેઓને માટે સારું છે”

ઈશ્વરનું રાજ્ય તમારું છે

“ઈશ્વરનું રાજ્ય તમારું છે.” આનો અર્થ ૧) “તમે ઈશ્વરના રાજ્યના છો” અથવા ૨) “તમને ઈશ્વરના રાજ્યમાં અધિકાર હશે.” જે ભાષામાં રાજ્ય શબ્દ નથી તે આ લખી શકે “ઈશ્વર તમારા રાજા છે” અથવા “ઈશ્વર તમારા શાસક છે.”

તમે હસશો

“તમે આનંદથી હસશો” અથવા “તમે આનંદિત થશો”