gu_tn/LUK/03/7.md

2.0 KiB

તેના દ્વારા બાપ્તિસ્મા થાવ

“યોહાન તેઓને બાપ્તિસ્મા આપે”

તમે સર્પોના વંશ

આ અર્થાલંકાર છે. ઝેરી સાપ ખતરનાક હોય છે અને દુષ્ટતા પ્રગટ કરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે સર્પોના વંશ!” અથવા “તમે સર્પોના ઝેરી વંશ છો.” (જુઓ: અર્થાલંકાર)

કોણે તમને ચેતવ્યા

આ અલંકારિક પ્રશ્નથી શરૂઆત થાય છે. યોહાને તેઓને ઠપકો આપ્યો કારણ કે તેઓ ઈશ્વરથી સજા પ્રાપ્ત ન થાય માટે બાપ્તિસ્મા પામવા માગે છે, પણ તેઓ પાપ કરવાનું બંધ કરતા નથી. આખો અલંકારિક પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “તમે ઈશ્વરના કોપથી બચી શકતા નથી” અથવા " માત્ર બાપ્તિસ્મા પામીને ઈશ્વરના કોપથી શું બચી શકાય છે?” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આવનાર કોપથી

આ રીતે ભાષાંતર કરી શકાય “આવનાર સજાથી બચનાર” અથવા ઈશ્વરના કોપથી વર્તન કરે છે” અથવા “કારણ કે ઈશ્વર તમને સજા કરવાના છે.” શબ્દ “કોપ” આ ઈશ્વરના ક્રોધને દર્શાવે છે કારણ કે તેમનો ક્રોધ આગળ વધે છે. (જુઓ: અર્થાલંકાર)