gu_tn/LUK/01/42.md

2.4 KiB

તે

અહિયાં એમ કહેવું વધુ સ્વાભાવિક છે “એલીસાબેથ”, આગળની કલમ કઈ રીતે ભાષાંતર કરી તે પર આધાર રાખે છે.

તારા પેટનું ફળ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તારા ગર્ભનું બાળક” અથવા “જે બાળકને તું જન્મ આપવાની છે” (યુ ડી બી). (જુઓ: અર્થાલંકાર)

એ કેવું કે મારા પ્રભુની માતા મારી પાસે આવી છે?

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “એ કેવું અજાયબ કે મારા પ્રભુની માતા મારી પાસે આવી છે!” એલીસાબેથ માહિતી માગતી નથી. તેને બદલે તે બતાવે છે કે તે કેટલી ખુશ અને આનંદિત છે કે મારા પ્રભુની માતા મને મળવા આવી છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

મારા પ્રભુની માતા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તું મારા પ્રભુની માતા” આ મરિયમ માટે વપરયો છે.

કૂદવું

“અચાનક ખસ્યું” અથવા “પ્રબળતાથી ફર્યું”

તે વિશ્વાસ કરે છે કે આશીર્વાદિત થઈ છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય ‘તમે જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે” અથવા “કારણ કે તમે વિશ્વાસ કરો છે તમે આશીર્વાદિત છો.”

પ્રભુ તરફથી જે તેને કહેવામાં આવ્યું છે

આ રીતે ભાષાંતર કરી શકાય “પ્રભુ તરફથી જે સંદેશો આપવામાં આવ્યો હતો” અથવા “પ્રભુએ જે બાબતો તમને જણાવી.”