gu_tn/LUK/01/01.md

3.1 KiB

હિસાબ

“અહેવાલ” અથવા “કથા” અથવા “સત્ય વાર્તા”

આપણે

શબ્દ “આપણે” આ ભાગમાં થિયોફીલને બાદ કરવામાં આવ્યો હોય, પણ શબ્દો એ સ્પષ્ટ કરતુ નથી. (જુઓ: વ્યાપક)

શરૂઆતથી જ સાક્ષીઓ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “શરૂઆતથી જ આ બાબતો બની ત્યારથી જોઈ છે.”

વચનનો સેવક થયો

બીજા શક્ય અર્થો “તેમનો સંદેશો બીજોને જણાવ્યાથી તમેની સેવા કરવી” અથવા “ઈસુની સારી બાબતો લોકોને શીખવવી.”

તેઓનો અહેવાલ અમને આપો

આ “અમને” આ વાક્યમાં વ્યાપક છે. તેમાં થિયોફીલનો સમાવેશ થતો નથી. (જુઓ: વ્યાપક)

સઘળું ચોક્કસ રીતે સંશોધન કર્યું છે

આનો અર્થ એ કે તેને ધ્યાન તપાસી જોયું છે કે શું બન્યું હતું. તેને એવા દરેક લોકોની સાથે વાત કરી છે કે જેઓએ આ બાબતો બનતા જોઈ હતી જેથી કરીને એ બાબત સાચી છે કે નહિ તેની ખાતરી કરી શકાય. બીજી રીતે ભાષાંતર કરી શકાય કે “જે બન્યું હતું તેની ચોક્કસ રીતે તપાસ કરી છે.”

ખૂબ જ ઉત્તમ

લૂકે આ બાબત થિયોફીલને અને સન્માન મળે તે માટે કહ્યું. આ સન્માનની બાબત એ પણ કહે છે કે થિયોફીલ મહત્વનો સરકારી અધિકારી હતો. બીજી રીતે પણ આ ભાષાંતર કરી શકાય સન્માનીય” અથવા “પ્રમાણિક”. ઘણા લોકો પસંદ કરે છે કે તેનું સન્માન શરૂઆતમાં જ થાય જેમ કે “ઓ થિયોફીલ” અથવા “પ્રિય થિયોફીલ.”

થિયોફીલસ

આ નામનો અર્થ “ઈશ્વરનો મિત્ર.” આ માણસનું ચારિત્ર્ય પ્રગટ કરે છે અથવા તે તેનું ખરું નામ હોઈ શકે છે. ઘણાં ભાષાંતરોમાં માત્ર નામ જ છે. (જુઓ: નામ કેવી રીતે ભાષાંતર કરવા)