gu_tn/ACT/13/06.md

51 lines
3.8 KiB
Markdown

# તેઓ ત્યાંથી ચાલ્યા ગયા
“તેઓ” એટલે બાર્નાબાસ અને શાઉલ અને યોહન માર્ક
# સમગ્ર ટાપુ
તેઓએ ટાપુના છેડેથી બીજા છેડા સુધીની મુસાફરી કરી. કદાચ તેઓએ દરેકે દરેક નગરોની મુલાકાત કરી નથી. પણ જ્યાં કઈ પણ તેમણે મુસાફરી કરી તે તમામ નગરોમાં તેમણે સુવાર્તા આપી હશે.
# પાફસ
આ સૈપ્રસ ટાપુનું મોટું શહેર હતું જ્યાં મુખ્ય હાકેમ રહેતો હતો
# તેઓએ શોધી કાઢ્યું
અહિયાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે તે એમ દર્શાવે છે કે જાણે અચાનક તેમને મળ્યું જેની તેઓએ શોધ કરી નહોતી. તેને આ રીતે પણ લખી શકાય “તેઓને મળ્યો (જુઓ UDB) અથવા “તેઓ આવી પહોચ્યાં”
# એક જાદુગર
“મેલી વિદ્યા કરનાર એક માણસ” અથવા “એવો વ્યક્તિ કે જે અલૌકિક જાદુ
કળા જાણતો હતો”
# તેનું નામ બાર
ઇસુ (બર્યેશુ) હતું
ગ્રીક ભાષામાં તેનો અર્થ “ઇસુનો દીકરો” એમ થાય છે. જોકે આ માણસ અને ઇસુ વચ્ચે કોઈજ સંબંધ નથી. ઇસુ તે સમયનું અકે સામાન્ય નામ હતું.
# તેની સાથે સંકળાયેલો હતો
“તે ઘણીવાર તેની સાથે” અથવા “તેની સંગતમાં તે ઘણીવાર હતો”
# હાકેમ
રોમન રાજ્ય સત્તાના તાબા હેઠળના પ્રાંતોનો મુખ્ય અધિકારી. આનો અનુવાદ “હાકેમ” એમ કરી શકાય.
# આ માણસ
“સર્ગીયુસ પાઉલસ
# એલીમાસ “જાદુગર”
આજ બાર
ઇસુ, જાદુગર હતો
# (આ માટેજ તેનું નામ આ રીતે ભાષાંતરિત થયું છે)
“ગ્રીક ભાષામાં તેને આ રીતેજ બોલાવવામાં આવતો”
# તેનો વિરોધ કર્યો; તેણે ફેરવી નાખવાનો પ્રયત્ન કર્યો
“એવી રીતે સામનો કર્યો કે તેને બીજી તરફ ફેરવવાનો પ્રયત્ન કર્યો” અથવા “પોતે સામે પાડીને તેઓને અટકાવી દેવાનો પ્રયત્ન કર્યો”
# તેની ઈચ્છા હતી
“સર્ગીયુસ પાઉલસ ની ઈચ્છા હતી”
# તેણે પ્રયત્ન કર્યો
“એલીમાસે પ્રયત્ન કર્યો”
# “હાકેમને વિશ્વાસ કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો
“એવો પ્રયત્ન કર્યો કે હાકેમ સુવાર્તાના સંદેશ પર વિશ્વાસજ ન કરે”