gu_tn/ACT/12/13.md

2.8 KiB

તેણે દરવાજો ખટખટાવ્યો

“પિત્તરે દરવાજો ખટખટાવ્યો”. દરવાજો ખટખટાવવો એ સામાન્ય યહૂદી રીતે હતી જેથી અંદર રહેનારને ખબર પડે કે કોઈક તેમની મુલાકાત કરવા માંગે છે.

પ્રવેશદ્વારના દરવાજા પાસે

“બહારનો દરવાજો” અથવા “શેરીમાંથી આંગણામાં આવવા માટેનો બહારનો દરવાજો”

જવાબ આપવા આવ્યા

“પ્રવેશદ્વારે જોવા આવ્યા કે કોણ દરવાજો ખટખટાવે છે”

તે ઓળખી ગઈ

“રોદા ઓળખી ગઈ”

આનંદિત થઈને

“તે ખુબજ આનંદિત થઇ ગઈ હતી માટે” અથવા “અતિશય ઉત્સાહિત થઇ હતી માટે”

દરવાજા પાસેજ ઉભો રહ્યો

“દરવાજા બહાર ઉભો રહ્યો”. પિત્તર હજુપણ દરવાજા બહાર ઉભો હતો

તેઓએ તેને કહ્યું

“જે વિશ્વાસીઓ ઘરમાં હતા તેઓએ રોદા નામની છોકરી કે જે દાસી હતી તેને કહ્યું”

તું ભાન ભૂલી ગઈ લાગે છે

“લોકોએ તેના પર વિશ્વાસ ન કર્યો એટલુજ નહિ પરંતુ તેઓ તેને ઠપકો આપીને કહેવા લાગ્યા કે તે ગાંડી થઇ ગઈ છે. તેનો આવો પણ અનુવાદ થઇ શકે “તું ગાંડી થઇ ગઈ છું”

તેને આગ્રહ કર્યો કે તે તેજ છે

“રોદા એ આગ્રહ કર્યો કે જે કઈ તે કહે છે તે સત્ય છે”

તેઓએ કહ્યું

“ઘરમાં જે મણસો હતા તેઓએ જવાબ આપ્યો”

તે તો તેનો દૂત હશે

“જે તેં જોયું છે તે તો પિત્તરનો દૂત છે.” કેટલાક યહુદીઓ એવું વિશ્વાસ કરતા હતા કે આપણી સાંભળ લેનાર એ દૂત હોઈ છે અને તેઓને લાગ્યું કે તે પિત્તરનો દૂત આવ્યો હશે.