gu_tn/ACT/06/1.md

23 lines
2.7 KiB
Markdown

# આ દિવસોમાં
અહિયાં એક નવ અંકની શરુઆત થાય છે. તમારે એ વિચારવાની જરૂર છે કે કેવી રીતે તમારી ભાષામાં નવા વાર્તા ની શરૂઆત થાય છે.
# વૃધ્ધિ પામવા લાગી
“મોટી સંખ્યામાં વધારો થયો”
# “ગ્રીક યહુદીઓ”
આ એવા યહુદીઓ હતા જેઓ તેમના જીવનમાં મોટા ભાગે ઇસ્રાએલની બહારના પણ રોમન સામ્રાજ્યના તાબામાં આવતા રાજ્યોમાં રહ્યા હતા અને વળી તેઓ ગ્રીક ભાષા બોલનારા થઇ ગયા. તેમની ભાષા અને સંસ્કૃતિ ઇસ્રાએલમાં રહેલા યહુદીઓ કરતા કંઈક અલગ હતી.
# હિબ્રુઓ
આ એવા યહુદીઓ હતા જે ઇસ્રાએલમાં જ રહીને આરામીક ભાષા શીખી ગયેલો સમુદાય હતો. અત્યાર સુંધી મંડળી એવા જ લોકોની બનેલી હતી જેઓ મૂળ યહુદીઓ અથવા જેમણે યહુદી ધર્મને સ્વીકાર્યો હોય.
# વિધવા
ખરા અર્થમાં તો જેમનો પતિ મરણ પામ્યો હોય અને જેઓ એવી ઉંમરે પહોંચ્યા હોઈ કે લગ્ન કરી ન શકે અને જેમની પાસે પોતાની કાળજી રાખી શકે એવા નીકટના સગાં ન હોઈ
એ સ્ત્રીઓજ વિધવા ગણવામાં આવતી હતી.
# દૈનિક ખોરાકની વહેંચણી
જે નાણાં પ્રેરીતોને મળ્યા હતા તેમનો એક હિસ્સો મંડળીની વિધવાઓના ખોરાક પેટે ખર્ચ થતો હતો.
# અવગણના કરવામાં આવતી
“તેમના પર ધ્યાન આપવામાં આવતું નહિ” અથવા “તેમને ભૂલી જવામાં આવતા”. તેઓમાં ઘણી બધી વિધવાઓ હતી જેમની આ રીતે અવગણના થતી.