gu_tn/ACT/05/01.md

2.2 KiB

હમણાજ

અથવા “પણ હમણા જ”. આ વાર્તાનો નવો વિભાગ દર્શાવે છે. તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે કેવી રીતે વિરોધાભાષી વાર્તાઓનો પરિચય તમારી ભાષામાં આપવામાં આવે છે.

એક માણસ

આ રીતે નવા વ્યક્તિનો પરિચય આપવામાં આવે છે. તમારી ભાષામાં એવી તપાસ કરો કે નવા વ્યક્તિનો પરિચય કેવી રીતે આપવામાં આવે છે.

તેણે બધું વેચી દીધા બાદ જે આવક થઇ હતી તેમાંથી કેટલોક ભાગ પોતાની પાસે રાખી મુક્યો

તે માણસ વેચાણ બાદ થયેલ પોતાની સઘળી આવકનો ભાગ પ્રરીતોની પાસે પ્રમાણિકતાથી લાવ્યો નહિ. તેના પરથી એવું તારણ કાઢી શકાય છે કે: “વેચાણમાંથી થયેલ આવકનો હિસ્સો તેણે છુપી રીતે પોતાની પાસે રાખ્યો”

પ્રેરીતોના ચરણોમાં લાવ્યો

આ તે સમયના વિશ્વાસીઓની દાન આપવાની સામાન્ય રીત હતી. પ્રેરીતોના ચરણોમાં લાવવું એ એમ દર્શવે છે કે આ પ્રેરીતોને અમારા દાનોનો યોગ્ય ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર અમે આપીએ છીએ.

તેની પત્ની પણ જાણતી હતી

તેની પત્ની પણ જાણતી હતી

તેનો અર્થ એમ પણ થાય, “તે જાણતી હતી અને તે તેમાં સહમત હતી”