gu_tn/2TI/04/06.md

3.6 KiB

કેમ કે

અહિયાં કહે છે કે પાઉલ શા માટે કલમ ૫માં આજ્ઞા કરે છે. તેનું ભાષાંતર આ રીતે પણ કરી શકાય "કારણ કે" અથવા "ત્યારથી."

મારો અંતિમ સમય પાસે આવ્યો છે

"જલ્દીથી હું મૃત્યુ પામીશ અને આ જગતને છોડી જઈશ"(યુડીબી). પાઉલને ખબર પડી ગઈ છે કે તે લાંબા સમય સુધી નહિ જીવે.

હું સારી લડાઈ લડ્યો છું

લડાઈ, કુસ્તી, અથવા મુક્કાબાજી આ એક રમતોના રૂપક છે. પાઉલે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે આનું ભાષાંતર પણ આ રીતે થઈ શકે "મેં મારું સારુ કર્યું છે" અથવા "મેં મારાથી બનતું બધું જ કર્યું "

મેં દોડ પૂરી કરી છે

આ અર્થાલંકાર એ પ્રકારનો છે કે જેમ દોડવાની લાઈન પૂર્ણ થાય છે તેમ આ જીવન પૂર્ણ થાય છે. આનું ભાષાંતર આ રીતે પણ કરી શકાય "મારે જે કરવું જોઈતું હતું તે મેં પૂર્ણ કર્યું છે."

મેં વિશ્વાસ રાખ્યો છે

સાચા અર્થો આ છે ૧) "મેં તે શિક્ષણ રાખી મૂક્યું છે કે જેના વિષે કોઈ ભૂલથી પણ અમે વિશ્વાસ કરીએ છીએ" અથવા ૨) "હું મારા સેવાકાર્ય દરમિયાન વિશ્વાસુ બની રહ્યો હતો" (જુઓ યુડીબી).

મારે માટે ન્યાયીપણનો મુગટ રાખી મૂકેલો છે

આનું ભાષાંતર આ રીતે થઈ શકે "ન્યાયીપણાનો મુગટ મને આપવામાં આવતો હતો"

ન્યાયીપણાનો મુગટ

સાચા અર્થો આ છે ૧) મુગટ એક ઇનામ છે કે જે લોકો સત્યના માર્ગમાં ચાલે છે તેઓને ઈશ્વર આપશે (જુઓ યુડીબી) અથવા ૨) મુગટ એક અર્થાલંકાર છે (જુઓ : અર્થાલંકાર) ન્યાયીપણાને માટે; જેમ એક નિર્ણાયક હરીફાઈમાં જીતનારને ઇનામ આપે છે તેમ, જયારે પાઉલ તેનું આ જીવન પૂર્ણ કરશે, પછી ઈશ્વર જાહેર કરશે કે પાઉલ ન્યાયી છે.

મુગટ

એક ચમકદાર પત્તાનો હાર જે એથલેટિક વિજેતાઓને સ્પર્ધાઓમાં આપવામાં આવે છે

તે દિવસે

"તે દિવસ કે જયારે પ્રભુ ફરી પાછા આવશે" અથવા "તે દિવસ કે જયારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે"