gu_tn/2PE/02/04.md

2.0 KiB

માટે જો જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યા નહિ ....

"જો" વાક્યની શ્રેણીની શરૂઆતનુ સમાપન કલમ ૨:૯ માં છે.

તર્તારુસમાં

"તર્તારુસ" એ રોમન અને ગ્રીક ધર્મમાંથી લેવામાં આવેલો નરક માટેનો ગ્રીક શબ્દ છે. (જૂઓ: નામોનું ભાષાંતર)

ન્યાયકરણ થતાં સુધી અંધારાના બંધનોમાં રહેવું

ઈશ્વરના છેલ્લાં ન્યાયની રાહ જોતા સલામત બંદીવાસમાં રાખવામાં આવશે.

અને જો તેણે પુરાતન જગતને ના છોડ્યું ....

પણ અધર્મી જગત પર જળપ્રલય લાવ્યો

ઈશ્વરે પુરાતન જગત અને અધર્મી લોકોનો જળપ્રલયથી નાશ કર્યો.

પણ નૂહને બચાવ્યો

ઈશ્વરે ન્યાયી નૂહને જળપ્રલયથી બચાવ્યો.

સદોમ અને ગમોરાહ શહેરોને રાખમાં ફેરવ્યાં

સદોમ અને ગમોરાહ શહેરોમાં અધર્મીઓનો નાશ કરવા ઈશ્વરે અગ્નિનો ઉપયોગ કર્યો.

જે આવવાનું છે તેનાં ઉદાહરણરૂપ છે

જેમ સદોમ અને ગમોરાહનો નાશ અગ્નિથી થયો તેમ અંત સમયમાં ઈશ્વર અધર્મી લોકોનો નાશ અગ્નિની ખાણથી કરશે.