gu_tn/1JN/04/17.md

2.7 KiB

આમાં આપણી મધ્યે પ્રેમ સંપૂર્ણ થયો છે, કે જેથી ન્યાયના દિવસે આપણને ખાતરી છે

શક્ય અર્થ ૧) “આમાં” શબ્દ ૪:૧૬ નો સંદર્ભ છે. બીજી રીતે; “જયારે માણસ પ્રેમમાં જીવે છે, અને તે ઈશ્વરમાં છે, અને ઈશ્વર તેનામાં છે, આપણો પ્રેમ સંપૂર્ણ છે. અને, ન્યાયના દિવસે આપણને સંપૂર્ણ ખાત્રી હોય” અથવા ૨) “આમાં” શબ્દ “ખાતરી” દર્શાવે છે. બીજી રીતે; “ઈશ્વર જયારે દરેકનો ન્યાય કરશે ત્યારે આપણો સ્વીકાર કરશે તેવી ખાતરી જો આપણને હોય, ત્યારે આપણે જાણીએ છીએ કે આપણો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયો છે.”

કેમ કે તે છે તેવા જ, આપણે પણ આ જગતમાં છીએ

“કારણ કે ઇસુનો સંબંધ ઈશ્વર સાથે જેવો છે તેવો સંબંધ આ જગતમાં રહીને પણ ઈશ્વર સાથે આપણો પણ છે”

સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે

અહિયાં “પ્રેમ” શબ્દ માણસ માટે છે કે જે માણસ પ્રેમના સામર્થ્યથી બીકને દૂર કરે છે. બીજી રીતે; “પણ જયારે આપણો પ્રેમ સંપૂર્ણ છે આપણે હવે બીક રાખીશું નહિ” (જુઓ

અવતાર)

કારણ કે બીકનો સંબધ શિક્ષા સાથે છે

“ઈશ્વર સર્વનો ન્યાય કરવા આવશે ત્યારે આપણને શિક્ષા કરશે તેમ વિચારીને જો આપણે બીક રાખીએ”

પરંતુ જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂર્ણ થયો નથી

“જયારે માણસ બીક રાખે છે કે ઈશ્વર શિક્ષા કરશે તેનો અર્થ એ છે કે તેનો પ્રેમ સંપૂર્ણ નથી”