gu_tn/1JN/02/24.md

2.8 KiB

તમારા માટે

૨:૨૪

૨૬ માં શબ્દ “તમારા” તે બહુવચન છે અને યોહાન જેમને લખે છે તેઓ માટે છે. (જુઓ

તમારા પ્રકાર)

આરંભથી તમે જે સાંભળ્યું છે તે તમારામાં રહેવા દો

“યાદ રાખો અને વિશ્વાસ કરો જે તમે આરંભથી સાંભળ્યું છે” કઈ રીતે તેમણે સાંભળ્યું, તેમણે શું સાંભળ્યું અને “આરંભથી” એટલે શું તે સ્પષ્ટ કરી શકાય છે: “ઈસુ વિશે જે શીખવ્યું છે તે પર ભરોસો રાખો જે રીતે જયારે તમે પ્રથમ વિશ્વાસી બન્યા હતા” (જુઓ

સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)

આરંભથી તમે જે સાંભળ્યું છે તે

તેનું ભાષાંતર “અમે તમને ઈસુ વિષે જે શીખવ્યું જયારે તમે પ્રથમ વિશ્વાસી બન્યા”

આરંભથી તમે જે સાંભળ્યું તે તમારામાં રહે તો

“તમે જો ભરોસો કાયમ રાખો જે તમને અમે શીખવ્યું છે તેમાં”

અને પિતા અને પુત્રમાં રહો

૨:૫,૬ નું ભાષાંતર જુઓ

આ પ્રતિજ્ઞા છે કે જે તેમણે આપણને આપી હતી; અનંતજીવન

“તેમણે “અનંતજીવન” આપવાની પ્રતિજ્ઞા આપી હતી” અથવા “તેમણે પ્રતિજ્ઞા આપી છે કે આપણને હંમેશનું જીવન મળશે”.

આપણને તેમણે પ્રતિજ્ઞા આપી

“તેમણે” શબ્દ અહિયાં ભારવાચક છે જે ખ્રિસ્ત માટે છે. “આપણને” તે યોહાન અને દરેક વિશ્વાસી માટે છે, અને જેઓને તે લખે છે. (જુઓ

વ્યાપક)

તમને દૂર લઇ જશે

“તમે જુઠા પર વિશ્વાસ કરો તે માટે પ્રયત્ન કરશે” અથવા “ઈશ્વર અને તેમના સત્યથી તમને દૂર લઇ જવા છે”.