gu_tn/1JN/02/09.md

31 lines
3.2 KiB
Markdown

# જે કહે છે તે
“જે કોઈ કહે તે” અથવા “જે દાવો કરે તે” (UDB). આ કોઈ ચોક્કસ માણસને કહેવામાં નથી આવ્યું.
# તે પ્રકાશમાં છે
સારા જીવન વિષે બોલવાની આ એક રીત છે. લોકો જે સાચું છે તે જયારે કરે છે, ત્યારે તેઓ પ્રકાશમાં કરે છે, અને અંધકારમાં સંતાડતા નથી. તેનું ભાષાંતર “જે ખરું છે તે કરે છે” અથવા “તે પ્રકાશમાં છે ખરું કરવાથી” (જુઓ
રૂપક)
# અંધકારમાં છે
પાપમાં જીવન વિષે બોલવાની આ એક રીત છે. લોકો જયારે ખોટું કરે છે ત્યારે અંધારામાં સંતાવાનું પસંદ કરે છે. તેનું ભાષાંતર “તે અંધકારમાં છે દુષ્ટતા કરવાથી” થઇ શકે.
# તેમનામાં ઠોકર ખાવાનો કોઈ પ્રસંગ નથી
“કોઈપણ બાબત તેને ઠોકર ખવડાવશે નહિ”. “ઠોકર” શબ્દ એક રૂપક છે જે આત્મિક અથવા નૈતિક નિષ્ફળતા દર્શાવે છે. તેનું ભાષાંતર “કશું પણ તેને પાપ કરાવશે નહિ” અથવા “ઈશ્વરને જે પસંદ છે તેવું કરવામાં કદી તે નિષ્ફળ જશે નહિ” થઇ શકે.
# અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે
ધ્યાન ખેચવા માટે બે વાર આ વિચાર દર્શાવામાં આવ્યો છે કે સાથી વિશ્વાસીને ધીક્કારવો કેટલું દુષ્ટ છે. તેનું ભાષાંતર “અંધકારમાં જીવી રહ્યો છે” અથવા “પાપના અંધકારમાં જીવી રહ્યો છે” થઇ શકે. (જુઓ
સમાનાર્થી)
# તે જાણતો નથી તે ક્યાં જઈ રહ્યો છે
આ એક રૂપક છે કે જેનો અર્થ થાય છે કે તે પોતે જાણતો નથી કે તે દુષ્ટતા કરી રહ્યો છે.
# અંધકારે તેની આંખો આંધળી કરી છે
તે જોઈ ન શકે તેવું અંધકારે કર્યું છે. તેનું ભાષાંતર “પાપે તેને માટે સત્ય સમજવું અશક્ય બનાવી દીધું છે” થઇ શકે છે.