gu_tn/MAT/11/25.md

55 lines
5.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
લોકોના ટોળાની સમક્ષ જ ઈસુ આકાશમાંના બાપને પ્રાર્થના કરે છે.
# ઈસુએ ઉત્તર આપતા કહ્યું
આનો મતલબ ૧) શિષ્યોને તો ઈસુએ ૧૨:૧ માં બહાર મોકલી દીધા છે અને ઈસુ અન્ય કોઈ દ્વારા પૂછેલ પ્રશ્નનો પ્રતિભાવ આપે છે અથવા ૨) ઈસુ અહીં અપસ્તાવિક શહેરો પરનો દોષ/દંડ સંપન્ન કરે છે: “આગળ ઈસુએ કહ્યું”
# ઓ પિતા
આ આકાશમાંના બાપ ને સંબોધન છે ને જગિક પિતાને નહીં.
# આકાશ અને પૃથ્વીના માલિક/ઘણી
“આકાશ અને પૃથ્વી પર જે કાંઈ છે જે સર્વસ્વ ના માલિક” અથવા “આખી સૃષ્ટિના ઘણી” (જુઓ: )
# જ્ઞાનીઓ તથા વિદ્વાનોથી તેં આ બાબતો ગુપ્ત રાખી, પણ ધાવણાં બાળકોની આગળ પ્રગટ કરી
“આ બાબતો” કઈ છે તે બહુ સ્પષ્ટ નથી.
# ગુપ્ત રાખી
“છુપાવી”, આ ક્રિયાપદ “પ્રગટ કરવું” નો વિરુદ્ધાર્થી છે.
# જ્ઞાની અને વિદ્વાન
“એવા લોકો કે જેઓ જ્ઞાની અને વિદ્વાન હોય.” વૈકલ્પિક ભાષાંતર: “જે લોકો માને કે તેઓ ખુબ જ્ઞાની અને વિદ્વાન છે” (જુઓ: કટાક્ષ)
# તેમને પ્રગટ કર્યું
સર્વનામ “તેમને” આ બાબતો સબંધી વપરાયું છે જે આ કલમના આગળ ના ભાગમાં વપરાયેલ છે.
# ધાવણાં બાળકોને પ્રગટ કરી
આ આખો વાક્યાંશ બે સંયુક્ત બાબતો પર ભાર મુકે છે કે “નાનાં બાળકો” અને “ધાવણાં/નિર્દોષ” વૈકલ્પિક ભાષાંતર: “નિર્દોષ નાનાં બાળકો”
# નાનાં બાળકો
એવા લોકો માટેની ઉપમા કે જેઓ જ્ઞાની કે કેળવણી પામેલ નથી, એવા લોકો કે જેઓ જાણે છે કે તેઓ પોતે જ્ઞાની કે વિદ્વાન નથી. (જુઓ: ઉપમા)
# તમારી દ્રષ્ટિ માં એ યોગ્ય લાગ્યું
“તમને એ કરવાને યોગ્ય લાગ્યું”
# સઘળી બાબતો મારા બાપ તરફથી મને સોંપવામાં આવી છે
આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “સઘળી બાબતો મારા બાપે મને સોંપી છે”, “મારા બાપે સઘળી બાબતો મારા હાથમાં સોંપી છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# પિતા વગર પુત્રને કોઈ જાણતો નથી
“માત્ર પિતા જ પુત્રને જાણે છે”
# પુત્રને જાણે છે
“પોતાના અંગત અનુભવથી જાણે છે”
# પુત્ર
ઈસુ પોતાને ત્રીજા પુરુષ એકવચનમાં સંબોધી રહ્યાં છે. (જુઓ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ)
# પુત્ર વગર પિતાને કોઈ જાણતું નથી
“માત્ર પુત્ર જ પિતાને જાણે છે”
# પિતાને જાણે છે
“પોતાના અંગત અનુભવ થી જાણે છે”
# અને જેને પણ પુત્ર પ્રગટ કરવા ચાહે તે
વૈકલ્પિક ભાષાંતર: “લોકો પિતાને ત્યારે જ જાણી શકે જ્યારે પુત્ર તેમને પિતા પ્રગટ કરવા ચાહે”
# જેને પણ પુત્ર તેને પ્રગટ કરવા ચાહે
સર્વનામ “તેને” પિતાને માટે વપરાયું છે.