gu_tn/1co/01/intro.md

34 lines
4.1 KiB
Markdown

# 1 કરિંથીઓના પત્રની સામાન્ય નોંધો
## માળખું અને બંધારણ
પ્રથમ ત્રણ કલમો અભિવાદન છે. પ્રાચીન નજીકના પૂર્વમાં, પત્ર શરૂ કરવાની આ એક સામાન્ય રીત હતી.
કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવા માટે વધુ સરળ બનાવી શકાય. યુએલટી આ પ્રમાણે 19 મી કલમના શબ્દોની સાથે કરે છે, જે જૂના કરારમાંથી છે.
## આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
### કુસંપ
આ અધ્યાયમાં, પાઉલ વિભાજીત થવા બદલ અને જુદા જુદા પ્રેરિતોને અનુસરવા બદલ મંડળીને ઠપકો આપે છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/apostle]])
### આત્મિક દાનો
આત્મિક દાનો મંડળીને મદદ કરવા માટેનું વિશિષ્ટ અલૌકિક ક્ષમતાઓ છે. ખ્રિસ્તીઓ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારબાદ પવિત્ર આત્મા આ દાનો આપે છે. પાઉલ 12 માં અધ્યાયમાં આત્મિક દાનોની યાદી આપે છે. કેટલાક વિદ્વાનો માને છે કે પવિત્ર આત્મા દ્વારા વૃદ્ધિ પામી રહેલી મંડળીની સ્થાપના માટે ફક્ત પ્રારંભિક મંડળીને આ દાનો આપવામાં આવ્યા હતા. અન્ય વિદ્વાનો માને છે કે બધા આત્મિક દાનો સમગ્ર મંડળીના ઇતિહાસમાં સર્વ ખ્રિસ્તીઓને મદદ કરવા માટે હજુ પણ ઉપલબ્ધ છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/faith]])
## આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
### રૂઢીપ્રયોગો
આ અધ્યાયમાં, પાઉલ બે અલગ શબ્દસમૂહોનો ઉપયોગ કરીને ખ્રિસ્તના પુનઃ આગમનનો ઉલ્લેખ કરે છે: ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ"" અને ""આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દિવસ."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
### અલંકારિક પ્રશ્નો
પાઉલ કરિંથીઓને જૂથોમાં વિભાજિત થવા અને માનવીય ડહાપણ પર આધાર રાખવા માટે ઠપકો આપવા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
## આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
### ઠોકર ખાવી
ઠોકર ખાવી એટલે એક પથ્થર છે જેના દ્વારા લોકો ઠોકર ખાય છે. અહીં તેનો અર્થ એ છે કે યહૂદીઓ માટે એ વિશ્વાસ કરવો અઘરો છે કે ઈશ્વર તેમના મસિહાને વધસ્તંભ પર ચઢવાની મંજૂરી આપે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])